મારા પતિ મારી સાથે શારીરિક સંબંધ બાંધતા નથી કહી પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, પછી તો જે થયું તે જાણીને…

ગુજરાત(Gujarat): જૂનાગઢ (Junagadh) જિલ્લામાં પતિ-પત્ની વચ્ચેના અંગત સંબંધો (case of husband and wife)નો મામલો હાલ પોલીસ સ્ટેશનના દ્વારે પહોંચી ચુક્યો છે. જેમાં પત્નીએ પતિ પર આક્ષેપ લગાવ્યા છે કે, તેનો પતિ તેની સાથે શારીરિક સંબંધ (physical relationship) બાંધતો નથી અને જયારે પણ શારીરિક સંબંધ બાંધવાની વાત આવે ત્યારે તે મારાથી દૂર ભાગે છે અને મને મારા પતિ મને સંતુષ્ટ કરતા નથી. આ અંગે જૂનાગઢ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં એક નવપરિણીત યુવતીએ ફરિયાદ દાખલ કરાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ જો વાત કરવામાં આવે તો, આ 23 વર્ષીય પરિણીતાના લગ્ન પોરબંદરમાં ફેબ્રુઆરી 2022માં થયા હતા. લગ્ન થયાના બે અઠવાડિયા બાદ જ આ નવપરણિત યુવતીને સમજાયું હતું કે તેના પતિને શારીરિક સંબંધ બાંધવામાં રસ નથી. પત્નીએ આક્ષેપ લગાવ્યો છે કે જ્યારે પણ તે તેના પતિની નજીક જવાની કોશિશ કરે ત્યારે તેનો પતિ તેનાથી દૂર ભાગે છે.

નવપરિણીત મહિલાએ વધુમાં ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, જ્યારે પણ તેણે તેના સાસરિયાઓને આ વાતની જાણ કરવામાં આવે ત્યારે તેઓ હંમેશા તેને ઠપકો આપે છે અને આ મામલે કોઇ જ ચર્ચા ન કરવાનું કહે છે. જ્યારે પતિને જાણ થઈ કે તેની પત્નીએ માતા પિતાને બધું જ કહી દીધું છે તો તેણે આ પરિણીત યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

નવપરિણીત પરિણીતાએ આક્ષેપ મુક્ત કહ્યું છે કે, તેના સાસુ સતત દહેજની માંગણી કરી રહ્યા છે અને મારા પિતાએ લગ્નની ભેટમાં કબાટ આપ્યો છે તેવું કહીને તેને ટોણાં મારતા રહે છે. એક વખત સાસુએ પરિણીતા પર 200 રૂપિયાની ચોરી કરી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો અને જ્યારે પરિણીતા દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો તો તેના પતિ દ્વારા તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને પતિ અને સાસરિયાઓના આવા ત્રાસથી કંટાળીને પરિણીતા તેના પિયર જૂનાગઢ ખાતે જતી રહી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *