ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 યુવકોના હ્રદયે આપ્યો દગો! એકને પૈસા ઉડાડતા તો બીજાને દવા લેવા જતી વખતે હાર્ટએટેકથી મોત

Published on Trishul News at 3:57 PM, Thu, 19 October 2023

Last modified on October 19th, 2023 at 4:06 PM

2 more youths died due to heart attack in Gujarat: રાજ્યમાં કોરોનાકાળ પછી યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઈને યુવાનો સહિત મેડિકલજગત પણ ખુબ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઘણા પ્રયાસ કરી રહ્યા છે.છેલ્લા કેટલા સમયથી ગુજરાતના(2 more youths died due to heart attack in Gujarat) વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે.

ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે.ત્યારે આજે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવી રહ્યા છે.જેમાંથી અમરેલીના બાબરા અને જામનગરમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત નીપજ્યા છે.

કલાકાર પર પૈસા ઉડાવતી વખતે હાર્ટ એટેક
અમરેલીના બાબરામાં વધુ એક યુવાનને હાર્ટ એટેક આવ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, રાજુલા શહેરમાં નવરાત્રીમાં રામાપીરના આખ્યાન કલાકાર પર પૈસા ઉડાવતી વખતે એક યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. આ તરફ યુવકને હાર્ટએટેક આવતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં હાજર ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ મૃતકના પરિવારના લોકો સહિત પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

જામનગરમા હાર્ટ એટેકથી યુવાનનું મોત
અને બીજી તરફ જામનગરમાં દવાખાનામાં દવા લેવા ગયેલ યુવકનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર જામનગરના સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાન રવિ લુણા એકાએક હૃદય બંધ થઈ જતા મોત થયું છે. માહિતી અનુસાર યુવાનને તાવ-શરદી હોવાથી દવાખાનામાં દવા લેવા ગયો હતો. જ્યાં અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું છે.

હાર્ટ એટેક આવવાના શું કારણો છે?
હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ ખાનગી મીડિયાને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.

Be the first to comment on "ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 યુવકોના હ્રદયે આપ્યો દગો! એકને પૈસા ઉડાડતા તો બીજાને દવા લેવા જતી વખતે હાર્ટએટેકથી મોત"

Leave a comment

Your email address will not be published.


*