એક વર્ષનું બાળક ગળી ગયું સોય – આ રીતે વગર ઓપરેશને મોઢામાંથી બહાર કઢાઇ

Child swallows needle in Bhavnagar: એક કાળજું કંપાવી દે તેવી ઘટનામાં ફક્ત એક વર્ષનું બાળક સોય ગળી ગયું હતું. જેની જાણ થતા ભાવનગર (Bhavnagar)ના દુર્વા ગેસ્ટ્રો કેર (Durva Gastro Care) ખાતે કોઈપણ જાતના ઓપરેશન (Swallows Needle Operation) વગર જ દૂરબીનની મદદથી મોઢાની વાટે તેને દૂર કરવામાં આવતા સદનસીબે બાળકનો જીવ બચી ગયો હતો.

મહત્વનું છે કે, એક વર્ષનું બાળક મોટી સોય ગળી ગયાની જાણ થતા દુર્વા ગેસ્ટ્રો કેર ખાતે આવેલ એક્સ રે માં પેટની અંદર મોટી સોય હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે ડોક્ટર ઉમેશ પરમારે તરત જ કોઈપણ પ્રકારની કાપવું કે ઓપરેશન વગર ફક્ત દૂરબીનની મદદથી મોઢાના માધ્યમથી તેને દૂર કરવામાં આવતા આ રીતે એક મોટું ઓપરેશન ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જેને કારણે બાળકનો જીવ બચી ગયો હતો બાળકનું સ્વાસ્થ્ય સારું જણાતું હતું. પરંતુ બીજા જ દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

જો વાત કરવામાં આવે તો પેટ આંતરડા અને લીવરના રોગના નિષ્ણાત ડોક્ટર ઉમેશ પરમારએ જણાવતા કહ્યું હતું કે, જ્યારે કોઈપણ માતા-પિતાને પોતાનું બાળક કોઈપણ વસ્તુ ગળી જાય અને તેની જાણ તમને થાય ત્યારે તુરંત તેને ખાવા પીવાનું આપવાનું બંધ કરી દેવુ જોઈએ. વધુમાં કહ્યું હતું કે, કેળા ખવડાવવાની ભૂલ કરવી નહીં તેમ જ પરાણે ઉલટી પણ કરાવવી ન જોઈએ. આવા સંજોગો દરમિયાન સમયસર નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાથી મોટું ઓપરેશન ટાળી શકાય છે અને સાથે જ બાળકનો જીવ બચાવી શકાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *