Gujarat Weather Forecast: ગુજરાતમાં ગરમી અને બફારા વચ્ચે વરસાદી માહોલ પણ જામ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતના ઘણા ભાગમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે તેવું અનુમાન અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા લગાવવામાં આવ્યું છે. જેને કારણે કચ્છ દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું (Mawtha forecast) થઈ શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ (Gujarat Weather Forecast) ખાબકી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું હતું કે 23 મેથી હવામાનમાં પલટો આવશે અને 24 થી 30 મેના દેશના પંજાબ હરિયાણા રાજસ્થાન અને યુપીમાં મુશળધાર વરસાદ ખાબકી શકે છે, તો કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે કરા પડવાની શક્યતા છે. જેને કારણે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો આજે 28 મેના રોજ અમદાવાદમાં વરસાદ વિઘ્ન બની શકે છે. જેને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ત્રણ કલાકની આગાહી કરતા કહ્યું હતું કે, અમદાવાદમાં સાંજે વરસાદ થઈ શકે છે. જે બાદ અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો. જોકે મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદ રોકાઈ ગયો હતો.
ત્યારે આજે વરસાદ થશે કે નહીં તે અંગે હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે, આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ વચ્ચે ફાઇનલ મેચ છે જેમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં કડાકા ભડાકા સાથે અમદાવાદ સહિતના જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતની ફરતે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.