એડિડાસ ઈન્ડિયાએ ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી (Team India New Jersey) જાહેર કરી છે. કંપનીએ મે મહિનામાં બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ (BCCI) સાથે પાંચ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા અને ભારતીય ટીમ માટે સત્તાવાર કિટ સ્પોન્સર બની. ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરાયેલ એક વિડિયોમાં, એડિડાસ ઇન્ડિયાએ ત્રણેય ફોર્મેટ- T20, ODI અને ટેસ્ટ ક્રિકેટ માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સીનું પ્રદર્શન કર્યું.
“એક પ્રતિકાત્મક ક્ષણ. આઇકોનિક સ્ટેડિયમ. ટીમ ઈન્ડિયાની નવી જર્સીઓ રજૂ કરી રહ્યાં છીએ,” એડિદાસ ઈન્ડિયાએ (Adidas India) ઈન્સ્ટાગ્રામ પર જર્સી જાહેર કરતી વખતે કહ્યું.
View this post on Instagram
Adidas દ્વારા નવી જર્સી એવા સમયે આવી છે, જ્યારે ટીમ ઈન્ડિયાને 2023 માં કેટલીક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઇ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે આવતા અઠવાડિયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ સાથે ત્યારબાદ સપ્ટેમ્બરમાં એશિયા કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ માં ટીમ ઇન્ડિયા આ જર્સીમાં રમશે.
એડિડાસ અને બીસીસીઆઈએ મે મહિનામાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે એડિડાસને રમતના તમામ ફોર્મેટમાં કિટ્સના ઉત્પાદન માટેના વિશિષ્ટ અધિકારો આપે છે. Adidas BCCI માટે તમામ મેચ, તાલીમ અને મુસાફરી વસ્ત્રો માટે એકમાત્ર સપ્લાયર હશે- જેમાં પુરુષો, મહિલા અને યુવા ટીમનો સમાવેશ થાય છે.
Adidas India ના GM, નીલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “અમે એથ્લેટ્સ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રદર્શન ઉત્પાદનો સાથે ક્રિકેટને વિશ્વ સમક્ષ રજૂ કરવાની આ અમારી ઉત્તમ તક છે. અમે ભારતમાં સૌથી પ્રખ્યાત રમત દ્વારા અમારા ગ્રાહકો સાથે સબંધ વધારવા માટે આતુર છીએ. Adidas ભારતમાં ક્રિકેટની સંભવિતતામાં ખરેખર વિશ્વાસ રાખે છે અને BCCI સાથેની આ ભાગીદારી દ્વારા અમે વિકાસને વેગ આપીશું”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.