Big terrorist movement in Gujarat: ફરી એકવાર ગુજરાત રાજ્યમાં મોટી આતંકી હલચલ થઈ છે. એકવાર ફરી ગુજરાત રાજ્યમાં આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. તે બાદ પોરબંદરથી એક મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ ચારેય આતંકી સંગઠન ISIS (Terrorist organization ISIS) ના સભ્યો હતા, આ માટે ડીઆઈજી દિપેન ભદ્રન સહિતના કાફલો પોરબંદર પહોંચ્યો હતો.
ગુપ્ત મળેલી માહિતીના આધારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં આ ઓપરેશન પાર પાડ્યુ હતું. ફરી એકવાર આતંકી સંગઠનનો પર્દાફાશ પોરબંદરમાં થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરમાં શુક્રવારે સવારથી ATSની ટીમ પહોંચી ગઈ હતી. તેમાં ATSના ઇન્સ્પેકટર જનરલ દીપન ભદ્રન પણ સામેલ હતા. આ ચાર લોકોને વહેલી સવારે ઝડપી પાડવામાં આવ્યા છે.
ફરી એકવાર ગુજરાત એટીએએસ એ રાજ્યમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોરબંદરથી એક મહિલા સહિત ચાર લોકો પકડ્યા છે. ત્યારે અન્ય એક શખ્સને પકડવા માટે હાલ ટીમ છાપામારી કરી રહી છે. મળેલી માહિતી અનુસાર સુમેરા નામની એક મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે.
બાતમી મળી છે કે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્ક ફેલાયેલું છે. મળતી માહિતી અનુસાર ચારેય લોકો ISIS ના સક્રિય ગ્રૂપ મેમ્બર હતા. અનેક પ્રતિબંધિત વસ્તુઓ છાપામારી દરમિયાન મળી આવી છે, ચારેય ISIS સાથએ જોડાઈને ભાગાવની ફિરાકમાં હતા.
મળતી માહિતી અનુસાર ગત એક વર્ષથી તમામ લોકો એકબીજાના સંપર્કમાં હતા અને સીમાપારના તેમના આકાઓના ઈશારાઓ પર રેડિકલાઈઝ થયા હતા. એસપી સુનિલ જોશી અને ડીઆઈજી દીપેન ભદ્રનની આગેવાનીમાં મોડી રાતથી પોરબંદરમાં ઓપરેશન ચાલી રહ્યુ હતું. ગત કેટલાક સમયથી એટીએસને ઈનપુટ મળ્યા હતા, તે બાદ તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાયા હતા અને લાંબા સમયથી તમામ પર નજર રાખવામા આવી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.