Ride youth dies in Palanpur: ગરમીનો મહિનો જેમ નજીક આવે તેમ મોટી સંખ્યામાં લોકો વોટરપાર્ક તેમજ રિસોર્ટમાં આણંદ મનવા પહોંચી જતા હોય છે. જ્યાં મોટા પ્રમાણમાં ભીડ પણ જોવા મળતી હોય છે. પરંતુ ઘણીવાર આવા વોટરપાર્કમાં થયેલી એક નાનકડી ભૂલ અથવા તો સંચાલકોની બેદરકારીને કારણે કોઈનો જીવ પણ લઈ લેતી હોય છે.
હાલ એવી જ ઘટના સામે આવી છે. પાલનપુરના માલાણામાં આવેલા શિવધારા રિસોર્ટ ની અંદર એક રાઈડ ની મજા માણી રહેલો એક યુવક નું મોત થયું છે. યુવક એક રાઇડમાં મજા માં ની રહ્યો હતો ત્યારે જ તે દિવાલ સાથે ભટકાઈ અને તેને માથાના ભાગમાં ગંભીર ઈજા પોહચી હતી.
તેની હાલત જોઈ તેને સ્થાનિક કક્ષાએ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેને હોસ્પિટલમાં દમ તોડી દેતા તેના પરિવારમાં શોખનો મહાલો છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયી હતી.
પોલીસે જ્યારે કાર્યવાહી કરી ત્યારે તેમને સામે આવ્યું કે પાણીનું સ્તર ઓછુ હોવાને કારણે અને રાઈડ નાની હોવાના કારણે આ બનાવ બન્યો છે. મૃતક યુવક મૂળ સિધ્ધપુર તાલુકાના માંમાંવાડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવક ના પિતાએ આ મામલે શિવધારા રિસોર્ટ વિરુદ્ધ પાલનપુર તાલુકા મથકમાં અરજી આપી છે અને તેમને કહ્યું છે કે આવી જોખમી રાઈડના કારણે મારો દીકરાનો જીવ ગુમાવ્યો છે પરંતુ બીજા કોઈના દીકરાનો જીવ ન ગુમાવે અને આવા બનાવ ના બને તે માટે સંચાલક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.