કપલ બોક્સ-OYO ને પણ પાછું પાડે તેવું કાફે… હનીમુન પર ગયા હોય એમ ટેન્ટમાં યુવક-યુવતીઓ માણી રહ્યા હતા મજા- પોલીસે એવી હાલતમાં પકડ્યા કે…

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ(Couple boxes) પર પોલીસે દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફતેહગંજ(Fatehganj)ના રોજેટ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે ચાલતા ધ ટેન્ટ કાફે(The Tent Cafe) પર પોલીસ દ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, કાફેમાં યુવક અને યુવતીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે.

મળતી ફતેહગંજમાં કાફેની આડમાં ચાલતા ટેન્ટ કપલ બોક્સ પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફતેહગંજના રોજેટ કોમ્પ્લેકક્ષમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કોમ્પેલકક્ષ પ્રથમ માળે ચાલતા ધ ટેન્ટ કાફે પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

એવું પણ જાણવા મળ્યું છે કે, ટેન્ટમાં એકાંત માણી શકાય તેવી અંધકાર અને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક યુવક-યુવતીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. મેનેજર અને કેશિયર સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. બે માલિકો સહિત 5 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો દરેક કપલ બોક્સ ACની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. આસપાસના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે તેમ હોય છે. આટલું જ નહી પણ આ કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી. બોક્સની અંદર સુઈ શકાય તે માટે બેડ કે સોફો પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા રહેતા હોય છે.

મેનેજર અને કેશિયર સહિત ત્રણની પોલીસે કરી અટકાયત

પરંતુ આ બધાને પછાડી દે તેવી રીતે જાણે કોઈ યુવક-યુવતી હનીમુન ઉપર આવ્યા હોય તેવી રીતે ટેન્ટ કપલ બોક્સ બનાવવામાં આવ્યા હતા. આ જોઇને પોલીસને પણ નવાઈ લાગી હતી. હાલમાં તો મેનેજર અને કેશિયર સહિત ત્રણની અટકાયત કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *