ઉમંગ રાવલ: સાબરકાંઠા (Sabarkantha News) જીલ્લાના ઇડર- હિમતનગર રોડ પર ગત રાત્રી દરમિયાન વરસાદ વચ્ચે તસ્કરોએ બાલાજી કોમ્પ્લેક્ષની પાછળના ભાગે 11 દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. તો આ ચોરી અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં (Idar Police Station) જાણ કરવામાં આવતા ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ઇડરના (Idar) રેલ્વે ફાટક પાસે આવેલ બાલાજી કોમ્પ્લેક્ષના પાછળના ભાગે દુકાનોમાં શુક્રવારની રાત્રીના સમયે વરસાદ વચ્ચે તસ્કરોએ એક પછી એક 11 દુકાનોના તાળા તોડયા હતા અને ચોરી કરી લઇ ગયા હતા. તો ઓનલાઈન કુરિયર અને ટ્રાન્સપોર્ટર્સ ની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. બ્લુડાર્ટ ટ્રાન્સપોર્ટ કંપનીની દુકાનનું તાળું તાળું તોડતા પહેલા તસ્કરોએ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા ત્યારબાદ ચોરી કરીને ડીવીઆર અને કેમેરા પણ લઇ ગયા હતા.
કુરિયરની દુકાનમાંથી એક લાખ રોકડ ચોરી થઇ હોવાની વાત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. તો તમામ 11 દુકાનોના શટર, તાળા તો ક્યાંક નકુચા તોડી નાખ્યા હતા અને વરસાદી રાતના સમયે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીના બનાવ અંગે શનિવારે સવારે દુકાનદારોએ ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
આ અંગે ઇડર PI પી.એમ.ચૌધરી જણાવ્યું હતું કે, ચોરી થઇ છે તે દુકાનોના કર્મચારી અહિયાં આવ્યા છે. કેટલી રકમની ચોરી થઇ છે તે ફરિયાદ નોધાય બાદ ખબર પડશે. હાલ ફરિયાદ લવાની કાર્યવાહી ચાલી રહી છે. ચોરીની આ મોટી ઘટનાને લઈને સાબરકાંઠા જીલ્લામાં (Sabarkantha News) પોલીસ પેટ્રોલિંગ અંગે જનતા સવાલ કરતી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.