Ahmedabad Rathyatra rath yatra 8 people injured: આજે અષાઢી બીજનો પાવન પર્વ અમદાવાદના આંગણે ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા પર નીકળ્યા છે. સાધુ સંતો સાથે અખાડાઓના(Ahmedabad Rathyatra) કરતબ જોવા લોકો પણ ઉમટ્યા છે. તો ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
અમદાવાદમાં રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે આવેલી મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે. આ દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે નીચે ઉભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો. તેથી પોલીસ સહિત દર્શને આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
મળેલી માહિતી અનુસાર આ ઘટનામાં ત્રણ બાળક સહિત આઠ ભાવિકને ઈજા પહોંચી છે. હાલ પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા છે. સારી વાત એ છે કે, રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે.
ઘોડે સવાર પોલીસ સાથે 25 હજારનો બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે અમદાવાદીઓએ કહ્યું, આજે 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ 6 પૈડાંના રથમાં સવાર થઈ દર્શન માટે નીકળ્યા. આખું વર્ષ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.
રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી રહ્યા છે જેનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. ડ્રોન કેમેરામાં ભાવિકોનું હૈયે હૈયું દળાયું એવો નજારો જોવા મળી રહ્યો છે. ભગવાનનાં દર્શન માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે. આથી રથયાત્રામાં ચાર ચાંદ લાગ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે.
આજે અષાઢી બીજ છે ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. રથયાત્રામાં તાલધ્વજ રથ પર ભાઈ બલરામ, તેમની પાછળ દેવદલન રથ પર બહેન સુભદ્રા અને નંદીઘોષ રથ પર જગતના નાથ બિરાજમાન છે. વહેલી સવારથી જ ભાવિકો દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.