Heavy rains in Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે શિમલાના રામપુર અને હમીરપુરમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. હિમાચલ પ્રદેશના(Heavy rains in Himachal Pradesh) લાઈફલાઈન રોડ ઘણી જગ્યાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
ચંદીગઢ-મનાલી હાઇવે ત્રણ સ્થળોએ બંધ કરી દીધો છે. જેના કારણે પ્રવાસીઓ અને રહેવાસીઓને વાહનોમાં રાત પસાર કરવાની ફરજ પડી હતી. છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે અને મકાનો અને વાહનોને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે.
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રવિવારે સાંજે 24 કલાકનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ દરમિયાન 2.5 કરોડની સંપત્તિને ખરાબ રીતે નુકસાન પોહ્ચ્યું છે. અહેવાલો મુજબ, વરસાદના કારણે 3 લોકોના મોત થયા છે અને 13 મકાનો ધરાશાયી થયા છે. 12 વાહનોને નુકસાન થયું હતું અને 5 ગૌશાળાઓ, એક પ્રાથમિક શાળા નાશ પામી હતી. 5 બકરા મૃત્યુ પામ્યા અને 16 લોકો ગુમ થઈ ગયા છે.
હમીરપુર જિલ્લાના સુજાનપુરમાં વાદળ ફાટ્યું, ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત. કુલ્લુ મોહલમાં 3 ટ્રેક્ટર અને 5 કાર પણ કેનાલમાં પાણીના પ્રવાહમાં વહી ગયા છે. ચંબાણા જોટ માર્ગ પર ચુવાડી ખાતે 40 વાહનો ફસાયા છે, આ જગ્યાએ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
ચંબાના ભરમૌરમાં હોલી રોડ પર ચડામુખ ખાતે એક કાર નદીમાં પડી છે. NDRFની 27 સભ્યોની ટીમ કારમાં સવાર લોકોને શોધવા માટે ખડમુખ પહોંચી ગઈ છે. સ્થાનિક લોકો, પર્વતારોહકો, પોલીસ અને પાવર પ્રોજેક્ટ ટીમ દ્વારા આખો દિવસ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ કંઈ મળ્યું ન હતું. હિમાચલમાં ચોમાસાની એન્ટ્રી બાદ 72 કલાકમાં 6 લોકોના મોત થયા છે. પહાડ તૂટી પડવા, માર્ગ અકસ્માતો અને ભૂસ્ખલનને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે.
હાઈવે પર લેન્ડસ્લાઈડ
રવિવારે સાંજે મંડી જિલ્લાના ફોર માઈલ, સેવન માઈલ અને ખોટીનાલા ખાતે હાઈવે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. પહેલા ખોટાનાળા પાસે પૂર આવ્યું અને હાઈવે પર પાણી વહેવા લાગ્યા. જેમ જેમ પાણીનું સ્તર ઘટતું ગયું તેમ તેમ પહાડો પરથી ખડકો પડવા લાગ્યા અને હાઈવે બંધ થઈ ગયો.
ચાર અને સાત માઇલ પર, પહાડીઓ પરથી પડતા પથ્થરોથી હાઇવે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. આગામી દિવસોમાં હિમાચલને રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મંડીમાં બે દિવસમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.