Student dies of heart attack in Navsari: ગુજરાતમાં કેટલાક સમયથી નાની ઉંમરમાં લોકોના હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જેનો સિલસિલો યથાવત્ આજે પણ ચાલી રહ્યો છે. આજે નવસારીની(Student dies of heart attack in Navsari) એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં ભણતી 17 વર્ષની વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજતા વિદ્યાર્થીના પરિવારના લોકો અને શાળામાં શોખનું માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થીને આજે શાળામાં રીસેશ દરમ્યાન સીડી ચડી રહી હતી ત્યારે અચાનક જ તે ઢળી પડી હતી. શાળાના શિક્ષકો તેને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
નવસારી શહેરના અડીને આવેલા પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ માં અભ્યાસ કરતી તનિશા ગાંધી રોજની જેમ શાળા પર આવી હતી. સવારે 10:00 વાગ્યાની આસપાસ રીસેશ પડ્યા બાદ તેની સાથેની બહેનપણી સાથે સીડી ચડી રહી હતી. ત્યારે જ અચાનક તે તેની તબિયત બગાડતા તે નીચે ઢળી પડી હતી.
તનીશાની તબિયત બગડી હોવાની જાણ થતા જ શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ચા ડોક્ટરે તેને ભુજ જાહેર કરતા વિદ્યાર્થીના પરિવારના લોકોમાં અને શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
વિદ્યાર્થીની તનિષા ગાંધી ધોરણ 12 સાયન્સ બાદ ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હોય તેવું લાગી રહ્યું છે. આજે શાળામાં તેનું મોત થયું છે. તનિષાની માતાનું બે વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ તેના પરિવારમાં માત્ર પિતા-પુત્રી હતા. તનિષાના પિતા શહેરની ખાનગી શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરી રહ્યા છે. ઘટનાની જાણ થતા પિતાને ઊંડો આઘાત લાગ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવવાના બનાવો સામે આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.