Surat Brother killed Sister in Bride Mandap: ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, સુરતના લિંબાયત માંથી પ્રેમલગ્નનો ખૂબ જ કરુણ અંજામ સામે આવ્યો છે. એક યુવતીએ પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમી સાથે કોટ મેરેજ કરી લીધા હતા અને ત્યારબાદ યુવકના પરિવાર દ્વારા બંનેના વિધિવત લગ્ન કરવામાં આવી રહ્યા હતા.
તે સમયે લગ્નના એક દિવસ પહેલાં હલ્દી રસમ રાખવામાં આવી હતી, તે દરમિયાન યુવતીનો પિતરાઈ ભાઈ અહીં આવી પહોંચ્યો અને તેની બહેનને ચપ્પુના ઘા જીકયા હતા, તેને લઈને યુવતીને સારવાર માટે તાત્કાલિક જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ યુવતીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેને મોત આંબી ગયું હતું.
ત્યારે બીજી તરફ હલ્દી રસમ માં મોજુદ સ્થાનિક લોકો દ્વારા યુવતીના પિતરાઈ ભાઈને પકડી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો, જ્યારે આ સમગ્ર ઘટના વિશે લિંબાયત પોલીસને જાણ થઈ ત્યારે તેઓ તરત જ ઘટનાની ગંભીરતા સમજીને ઘટના સ્થળે ટીમ સાથે દોડી આવ્યા હતા અને હત્યાનો ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આરડી ફાટક પાસે આવેલી ઈશ્વર સોસાયટી માંથી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. રામેશ્વર સોસાયટીમાં લગ્નમંડપમાં જ દુલ્હન ના પિતરાઈ ભાઈ (Brother killed Sister) દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને બહેનને મોતને ઘાટ (honor killing surat) ઉતારી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રામેશ્વર સોસાયટીના ફ્લેટ નંબર 153 માં રહેતા જીતેન્દ્ર ધાગાજી મહાજન કલ્યાણ પાટીલ નામની યુવતી સાથે લગ્ન થઈ રહ્યા હતા. યુવક અને યુવતીના લગ્નની હલ્દી રસમ ચાલી રહી હતી, ત્યારે તારીખ 27-6-2023 ના રોજ એટલે કે આજે બંનેના લગ્ન હતા અને આગલી રાત્રે એટલે કે સોમવારે રાત્રે બંનેની હલ્દી રસમ ચાલી રહી હતી ત્યારે આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.
આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર છોકરો મહાજન સમાજનો છે અને છોકરી પાટીલ સમાજની છે બંનેના પરિવારમાં લીંબાયનમાં જ રહે છે. જીતેન્દ્ર અને કલ્યાણી એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ જ્ઞાતિ અલગ હોવાથી પરિવાર સહમતિ ન આપી તેથી બંને લગભગ એકાદ મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ યુવતી જીતેન્દ્ર ના ઘરે જ રહેવા લાગી હતી, તેથી જીતેન્દ્રના પરિવારે બંનેના વિધિવત લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ બંને લગ્ન કરે તે પહેલા જ યુવતીના પિતરાઈ ભાઈએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
હત્યા કરનાર પિતરાઈ ભાઈ (મોનું પાટીલ)
જ્યારે ઘાયલ કલ્યાણી ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેને સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું, પોલીસની ઘટનાને જાણ થતા ગંભીરતા સમજીને ગણતરીની મિનિટોમાં જ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકો દ્વારા પકડેલા આરોપી ભાઈને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો, ત્યાર બાદ પોલીસે હત્યાનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.