ઈલેક્ટ્રીક ટુ વ્હીલર માટે સરકાર પાસે 30000 રૂપિયાની સહાય, જાણો લાભ લેવાની એકદમ સરળ રીત

Gujarat GO Green Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ બહાર પાડી છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના બહાર પાડવામાં આવી છે.

જુઓ ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના 2023 ના લાભો

બાંધકામ મજૂર
બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે અને RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.

ITI વિદ્યાર્થીઓ:
બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી મેળવી શકે છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા થશે.

ઔદ્યોગિક કામદારો:
બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવશે અને RTO રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર વન-ટાઇમ સબસિડી મેળવી શકે છે.

જાણો શું છે ? Gujarat Go Green Shramik Yojana 2023 યોજના 2023 નો ઉદ્દેશ

બેટરી સંચાલિત ટુ-વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહિત આપવું

બાંધકામ કામદારો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ભારત સરકારના“ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનાવવા.

કાર્બન ઉત્સર્જન ઘટાડવું.

બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે સબસીડી આપવી.

અહીંથી જાણો સ્કુટર સબસીડી યોજના નિયમો શું છે?

FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે તેવું જણાવ્યું છે.

એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર

ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં.મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.

જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે તે માટે તેમની ઓફિસિયલ વેબસાઈટ www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *