મુંબઈ રેલ્વે સ્ટેશન પર બેદરકારી પડી ભારે! પ્લેટફોર્મ પર 17 વર્ષીય યુવક ટ્રેન સાથે ટકરાતા ઘટના સ્થળે જ મોત- જુઓ LIVE દ્રશ્યો

Train Hit A Young Man In Mumbai He Died: મુંબઈના મલાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે એક છોકરાનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.…

Train Hit A Young Man In Mumbai He Died: મુંબઈના મલાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે એક છોકરાનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાસ્તવમાં તે પ્લેટફોર્મ પર પાટા પાસે ઉભા રહીને હાથ ધોઈ રહ્યો હતો. એટલામાં ટ્રેન પાટા પર આવી ગઈ અને છોકરાનું માથું ટ્રેનના એન્જિન સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ સમગ્ર મામલો 17 જૂનનો છે, તેના સંબંધિત સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. વીડિયોમાં એક છોકરો પ્લેટફોર્મ પર ઊભો છે અને પાટા પર હાથ ધોઈ રહ્યો છે. હાથ ધોયા પછી તે પાણી પીવા લાગે છે. આ દરમિયાન બીજો છોકરો તેની પાસેથી બોટલ લે છે અને તેના હાથ ધોવાનું શરૂ કરે છે. ત્યારે પાટા પર લોકલ ટ્રેન આવે છે. ટ્રેનનું એન્જિન છોકરાને માથા પર અથડાવે છે અને તે ટ્રેનથી દૂર ફેંકાઈ જાય છે અને પ્લેટફોર્મ પર પડી જાય છે.

મૃતકની ઓળખ મયંક શર્મા (17 વર્ષ) તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ તે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર હતો. અહીં તેણે તેના મિત્ર સાથે ટિફિનમાંથી ભોજન લીધું હતું. આ પછી તે બોટલમાંથી પાણી પી રહ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. સ્થળ પર હાજર તેના મિત્રને પણ ઈજા થઈ હતી હાલ તેની સારવાર ચાલી રહી છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતક પ્લેટફોર્મની ડેન્જર લાઇન પાસે લંચ કરીને હાથ ધોઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો હતો. સ્પષ્ટ નિશાનો અને ટ્રેનો પસાર કરવા વિશે નિયમિત જાહેરાતો હોવા છતાંય યુવકે બેદરકારી દર્શાવી અને કમનસીબે તેનું મૃત્યુ થયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *