વલસાડમાં ડુંગરી નજીક બ્રિજની દીવાલ ધસી પડી: લોકાર્પણ થાય તે પહેલા જ 23 કરોડનો ઓવરબ્રિજ સ્વાહા

Cracks in overbridge, Valsad: ગુજરાતની અંદર ઘણા સમયથી પુલ ની અંદર તિરાડો પડવાની ઘટના સામે આવતી હોય છે.તેમાં ફરી એક વાર વલસાડમાંથી આવી જ ઘટના સને આવી છે. વલસાડના (Cracks in overbridge, valsad) ડુંગરી ગામ ખાતે રેલ્વે ઓવરબ્રિજ ખસી જતા તેમાં તિરાડ પડી હતી.

વલસાડના ડુંગરી ગામ ખાતે રહેતા રહેવાસીઓની ઘણા સમયથી માંગણી હતી કે ત્યાં આવેલી ફાટકની જગ્યાએ રેલ્વે ઓવરબ્રિજ બને અને પ્રજાનો વિશ્વાસ સાર્થક કરવા માટે સરકાર દ્વારા ડુંગરીના ફાટક ઉપર રેલ્વે બ્રિજ બનાવવાની શરૂઆત છ વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ જમીન સંપાદનને લઈને અને અન્ય પ્રશ્નોને કારણે રેલ્વે બ્રિજનું કાર્ય સતત વિવાદોમાં રહ્યું હતું, હાલ કાંઠા વિસ્તારના લોકો માટે આ રેલવે બ્રિજ બને તેની રાહ જોવાઇ રહી હતી પણ બ્રિજ બને તે પહેલા જ તેમાં ભંગાણ પડતા માટીના રેલા ઉતરી રહ્યા છે.

તો બીજી બાજુ જે મુખ્ય સિમેન્ટનો પિલર છે તેમાં પણ તિરાડ પડી ચૂકી છે અને તેના કારણે સળિયા પણ બહાર આવી ચૂક્યા છે. આવા સમયે કયા પ્રકારની કામગીરી રોયલ ઇન્ફ્રા દ્વારા થઈ રહી છે એ પ્રશ્ન મોટો છે. સરકાર 23 કરોડ રૂપિયા જેટલી રકમ એક રેલવેના પુલ પાછળ ખર્ચે છે પરંતુ લોકો કયા વિશ્વાસથી આ પુલ પરથી પસાર થશે એ સરકારે હવે સાબિત કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ પુલ બનવા પહેલા જ એનો ઘણો ભાગ ધરાસાયી થઈ રહ્યો છે અને અલગ અલગ જગ્યા પરથી આ રીતે સિમેન્ટના પ્રિકાસ્ટ બહાર આવી રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકો એવું માને છે કે આ પુલ જ્યારથી બન્યો છે ત્યારથી જ એ વિવાદમાં રહ્યો છે અને એની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થતા રહ્યા છે.

આ પુલ માત્ર એક જ જગ્યાએથી ક્ષતિગ્રસ્ત નથી થયો પરંતુ એ પુલની લેન્થ જોશો તો ઘણી બધી જગ્યા પરથી એના ભાગો ખુલીને રસ્તા તરફ બહાર આવી ચૂક્યા છે જેને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જલ્દીથી આ બ્રિજને કોઈ મોટી એજન્સી પાસે ટેસ્ટ કરાવી એમાં વધુ નુકસાન ન થાય અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એ માટે સરકાર કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *