અકસ્માતથી હાઇવે થયો રક્તરંજિત- ફ્રેશ થવા બહાર નીકળી અને મળ્યું દર્દનાક મોત, IT ની વિદ્યાર્થિનીને આંબી ગયો કાળ

Student dies in Accident:ગુજરાત રાજ્યમાં અકસ્માતો દિવસને દિવસે વધી રહ્યા છે. ત્યારે વડોદરામાંપણ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં વડોદરાના પંડ્યા બ્રીજ પાસે બુધવારે એક્ટિવા પર જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓને અકસ્માત(Student dies in accident) નડ્યો હતો. આ બે વિદ્યાર્થિનીઓમાંથી એક વિદ્યાર્થિનીનું મોત થયુ છે. જ્યારે બીજી હાલ સારવાર હેઠળ છે.

મળતી માહિતી અનુસાર, વારસીયા રીંગરોડ પરની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય હેતા ડોષી અને 21 વર્ષીય ખુશ્બૂ કોઠારી એક ખાનગી યુનિવર્સિટીમાં ITના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.બંને બહેનપણીઓ એક સાથે જ અભ્યાસ કરતી હોવાથી કોલેજેના પ્રોજેક્ટ સાથે બનાવતી હતી. ત્યારે બુધવારે પણ તેઓ બંને પ્રોજેક્ટ સબમીટ કરવાનો હોવાથી તેઓ ખુશ્બૂના ઘરે પ્રોજેક્ટનું કામ કરી રહ્યા હતા.

મોડી રાતે પ્રોજેક્ટ પર કામ કર્યા બાદ બંને બહેનપણીઓ કંટાળી ગઈ હતી. જેથી ફ્રેશ થવા માટે હેતા અને ખુશ્બુ બંને ઘરની બહાર નીકળ્યા હતા અને પંડ્યા બ્રીજ તરફ ગયા હતા. જ્યારે તેઓ પંડ્યા બ્રીજ ઉતરતા હતા ત્યારે તેઓની આગળ જતી કારે ડમ્પરને ઓવરટેક કર્યો હતો. જ્યારે કારની પાછળ આવી રહેલી એક્ટિવા ચાલકે જ્યારે ડમ્પર પાસે પહોંચી ત્યારે ડમ્પરનું અચાનક ટાયર ફાટ્યુ હતુ. જેમાં એક્ટિવા ચલાવી રહેલી ખુશ્બુએ એક્ટિવા પરનું નિયંત્રણ ગુમાવ્યુ હતુ.જેના કારણે એક્ટિવા ડિવાઈડર સાથે ભટકાઈ ગયી હતી.

સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
ડિવાઈડર સાથે અથડાયા પછી હેતા અને ખુશ્બુને ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.સયાજી હોસ્પિટલના ડોક્ટરે હેતાને મૃત જાહેર કરી હતી. જ્યારે ખુશ્બુની હાલ સારવાર ચાલી રહી છે.

અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો
પંડ્યા ઓવરબ્રીજ પર અકસ્માતને કારણે બુધવારે મોડી સાંજે અટલ બ્રિજ પર, નીચે તથા પંડ્યા બ્રીજ પર ટ્રાફિક જામ થઈ ચુક્યો હતો. ટાયર ફાટી જતા ડમ્પર રોડ પર જ હતુ. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *