77th Independence Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું એક વચન આપ્યું છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(77th Independence Day) લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યા પછી કહ્યું કે, આવતા મહિનાથી આ યોજના લાગુ કરવામાં આવશે, જેની શરૂઆત 15,000 કરોડ રૂપિયાથી થશે. આ યોજના હેઠળ કારીગરો અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને ખુબ મદદ કરવામાં આવશે.
સામાન્ય બજેટમાં પણ કરાઈ હતી વાત
સ્વતંત્રતા દિવસ પર દેશની જનતાને સંબોધિત કરતી વખતે PM મોદીએ વિશ્વકર્મા યોજના વિશે વાત કરી. ખાસ વાત એ છે કે વર્ષ 2023ના સામાન્ય બજેટમાં પણ સરકારે વિશ્વકર્મા યોજનાની પણ વાત કરી હતી. તે દરમિયાન પણ PM મોદીએ આ યોજનાની ઘણી પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ યોજના નાના કારીગરોને MSME વિશે જાણવા અને તેની સાથે જોડવામાં મદદ કરશે.
The announcement of PM Vishwakarma Yojana in this year’s budget has attracted everyone’s attention. pic.twitter.com/mcXf2EetGY
— PMO India (@PMOIndia) March 11, 2023
વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શું છે?
આ સામાન્ય બજેટ મુજબ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાની એક ઘોષણા કરી હતી. આ યોજના અંતર્ગત માત્ર નાણાકીય સહાય જ નહીં આપવામાં આવે, પરંતુ તાલીમ, આધુનિક ટેક્નોલોજીની જાણકારી અને ગ્રીન ટેક્નોલોજી, બ્રાન્ડનું પ્રમોશન, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે જોડાણ, ડિજિટલ પેમેન્ટ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.
PM મોદીએ વેબિનારમાં આપ્યું હતું સંબોધન
ગયા માર્ચ મહિનામાં પીએમ મોદીએ ‘પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન’ વિષય પર વેબિનારને સંબોધિત કર્યું હતું. PM મોદીએ આ યોજનાની જરૂરિયાત અને ‘વિશ્વકર્મા’ નામના તર્કને સમજાવતા કહ્યું હતું કે, ભારતના લોકતંત્રમાં ભગવાન વિશ્વકર્માના ઉચ્ચ દરજ્જા અને ઓજારોની મદદથી હાથ વડે કામ કરનારાઓ માટે આદરની સમૃદ્ધ પરંપરા વર્ષોથી ચાલી રહી છે.
Small artisans play an important role in the production of local crafts. PM Vishwakarma Yojana focuses on empowering them. pic.twitter.com/0EFc1XtRuT
— PMO India (@PMOIndia) March 11, 2023
‘સ્થાનિક હસ્તકળાના ઉત્પાદનમાં નાના કારીગરો ભજવે છે મહત્વની ભૂમિકા’
તેઓએ જણાવ્યું છે કે, એક સમયે જ્યારે અમુક ક્ષેત્રોના થોડાક કારીગરો પર થોડું ધ્યાન આપવામાં આવતું હતું, ત્યારે કારીગરોનો ઘણો વર્ગ જેમ કે સુથાર, લોખંડ, શિલ્પકાર, ચણતર કરનારાઓ અને અન્ય ઘણા લોકો કે જેઓ ખરેખરમાં સમાજનો અભિન્ન હિસ્સો છે તેઓ સમાજની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય તેના માટે બદલાતા સમય સાથે અનુકૂલન કરી રહ્યા છે પરંતુ તેમની અવગણના કરવામાં આવી હતી. સ્થાનિક હસ્તકળાના ઉત્પાદનમાં નાના કારીગરો ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. PM વિશ્વકર્મા યોજનામાં તેમને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
PM મોદીએ આ ગેરંટી આપી હતી
પીએમ મોદીએ કહ્યું કે ગ્લોબલ ફાયનાન્સિયલ ઓર્ડરમાં ભારત હવે 10માં નંબરથી ઉપર આવીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. પીએમએ કહ્યું કે આવું જ બન્યું નથી. આ માટે અમે લીકેજ બંધ કર્યું, મજબૂત અર્થવ્યવસ્થા બનાવી, અમે ગરીબોના કલ્યાણ માટે વધુમાં વધુ નાણાં ખર્ચવાનો પ્રયાસ કર્યો.
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. તમને જણાવી દઈએ કે ભારતે બ્રિટનને છોડીને વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube