Bank account freeze of 27 diamond companies: તિલંગાના, કેરાલા જેવા રાજ્યોમાં સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને મોટી કંપનીઓના બેંક અકાઉન્ટ પોલીસે ફ્રીઝ કરાવી દીધા. સુરતની 27 જેટલી ડાયમંડ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ(Bank account freeze) થતાં કરોડોના વ્યવહારો ખોરવાયા. સુરતની હીરા પેઢીઓને બેંકોએ જાણ કરી ત્યારે ખબર પડી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે. તિલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે.
બેંકોએ પણ પરરાજ્યોની પોલીસે આપેલી સૂચનાનું પાલન કરી પૂરેપૂરો કેસ જાણ્યા વગર હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે. હીરા ઉદ્યોગના અગ્રણી અને GJEPCના ડિરેક્ટર દિનેશ નાવડીયાએ કહ્યું કે આ અંગે સુરતના અનેક હીરા ઉદ્યોગપતિઓની મૌખિક અને લેખિત ફરીયાદ મળી છે પર રાજ્યોની પોલીસે સુરતની હીરા પેઢીઓના કરન્ટ એકાઉન્ટ કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવાય છે.
સુરત/ 27 જેટલી ડાયમંડ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં ખોરવાયા કરોડોના વ્યવહારો#crime #surat #gujarat #news #police #ડાયમંડ_કંપની #diamondcompanies #Bankaccountfreeze #news_updates #trishulnews pic.twitter.com/vIC1acfNis
— Trishul News (@TrishulNews) August 16, 2023
એવા એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દીધા છે. આ મામલો ખૂબ ગંભીર છે એટલે મેં સુરતના એડિશનલ પોલિસ કમિશનર શરદ સિંઘલને જાણ કરી છે. આવતીકાલ ગુરુવારે સવારે જે વેપારીઓના એકાઉન્ટ બિનજરૂરી રીતે ફ્રિઝ કરાયા છે. તેઓ એડિશનલ કમિશનર શરદ સિંઘલને રૂબરૂ રજૂઆત કરવા જવાના છે.
દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, પ્રથમદર્શી નજરે જોતા એવું જણાય છે કે વેપારીઓને બેંકોએ કોઇપણ કારણ આપ્યું નથી કે કયા કારણથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે.બીજુ એવું જણાય છે કે ત્રાહિત વ્યક્તિની ફરીયાદ છે, જે વ્યક્તિનું એકાઉન્ટમાં સાઇબર ક્રાઇમ થયો છે. તેની એકેય એન્ટ્રી નથી, આમ છતાં પોલીસે ત્રાહિત પેઢી કે જેને સાઇબર ક્રાઇમની સાઇકલમાં ક્યાંય સંબંધ નથી તેવા વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરીને વેપારીઓ માટે તહેવારોના સમયમાં મોટી આફત ઉભી કરી આપી છે.
વેપારીઓની એવી પણ ફરીયાદો હતી કે પરરાજ્યોની પોલીસ સ્થાનિક વેપારીઓના બેંક એકાઉન્ટ આડેધડ રીતે ફ્રીઝ કરી રહી છે અને બેંક એકાઉન્ટ પુનઃ સ્થાપિત કરી આપવાના બદલામાં મોટી રકમના વ્યવહારો કરવાની ફરજ પડાતી હોવાની ફરીયાદો પણ મળી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube