તહેવારોની મજા બગાડશે મેઘરાજા: ગ્રહોના બદલાવને પગલે આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં પડશે વરસાદ

Prediction of Ambalal Patel in Gujarat: થોડા દિવસના આરામ પછી ફરી એક વખત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને એક…

Prediction of Ambalal Patel in Gujarat: થોડા દિવસના આરામ પછી ફરી એક વખત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ(Prediction of Ambalal Patel in Gujarat) મુજબ આવનારા 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

આવનારા 72 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાબરકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડશે તો હિંમતનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, નડિયાદ અને આણંદ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ગ્રહોના બદલાવને પગલે આગામી 72 કલાકમાં ગુજરાતના મહત્તમ વિસ્તારમાં વરસાદ પડશે.

દેશભરમાં કમોસમી વરસાદને કારણે અમુક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણી જગ્યાએ વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા તો કેટલીક જગ્યાએ લોકોને મુશ્કેલી ઉભી થઈ છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, 16 ઓગસ્ટ, બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. વધુમાં, મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. આગાહી મુજબ, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં વરસાદ નહીં પડે અને વાતાવરણ ખુશનુમા રહેશે.

ઉત્તર પ્રદેશમાં હજુ ચોમાસું સક્રિય રહશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 2 થી 3 દિવસ દરમિયાન વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગુરુવાર, તારીખ 17 ઓગસ્ટ સુધી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.

હળવા વરસાદની શક્યતા
તારીખ 16 અને 17 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સૂકું રહેશે. આ સિવાય અમુક જીલ્લામાં પણ વરસાદનું જોર ઓછુ રહશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *