Another Gujarati dies abroad: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવા છે!’ આવી માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં(Another Gujarati dies abroad) ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.’ વિદેશમાં અવાર-નવાર ગુજરાતીઓની હત્યા કે પછી અકસ્માતના કારણે મોતને ભેટતા હોવાની ઘટના બનતી હોય છે. સાથો-સાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ.
હાલ લંડનમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આજકાલની યુવા પેઢીઓને વિદેશ જવાની એક ગાંડી ઘેલસા લાગી છે. યુવાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે, તક મળે અને તરત જ વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે, તેઓ સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર જ વિદેશીની ધરતી પર ડોલર કમાવવા માટે ઉપડી પડે છે. પરંતુ ઘણી વખત આ વિદેશ જવાની ગાંડી ઘેલસા મોતના દરવાજા સુધી પણ ઢસડી જાય છે.
સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો કુશ પટેલ
મળતી માહિતી અનુસાર, અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ નામનો યુવક 9 મહિના પહેલા જ સ્ટુ઼ડન્ટ વિઝા પર લંડન ગયો હતો. લંડન ગયા પછી કુશ દરરોજ નિયમિત પરિવારના લોકો સાથે ફોન પર વાતચીત કરતો હતો, 11મી ઓગસ્ટ પછી તેનો ફોન ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારના લોકોએ 2 દિવસ રાહ જોયા પછી લંડન રહેતા કુશના મિત્રોને જાણ કરી હતી. જેથી આ મિત્રો કુશના ઘરે ગયા હતા. જોકે, ત્યાં કુશ મળી આવ્યો નહતો.
મિત્રોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
જે પછી તેઓએ કુશની શોધખોળ હાથ ધરી હતી. તેઓએ અનેક જગ્યા શોધવા છતાં કોઈ માહિતી મળી નહતી. જેથી તેઓએ વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ ફરિયાદના આધારે તેની શોધખોળ પણ હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજ ચેક કર્યા હતા, તો લોકેશનના આધારે પણ શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું. જ્યાં જઈને તપાસ કરતા પોલીસને કુશ મળ્યો નહોતો.
19મી રાત્રે મળી આવ્યો હતો મૃતદેહ
જે પછી તારીખ 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજના એક છેડેથી એક મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ મૃતદેહ અને ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાથી પોલીસ પણ તેની ઓળખ કરવામાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જે બાદ પોલીસે કુશ ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા. જે મૃતદેહ સાથે મેચ થઈ ગયા હતા. જે બાદ પોલીસે આ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટિ કરી છે.
પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું
જે પછી પોલીસ દ્વારા આ અંગેની જાણ કુશના મિત્રોને તથા કુશના પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ કરી તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકે આર્થિક સંકડામણના કારણે લંડન બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. યુવકની આપઘાતને કારણે પરિવારમાં માતમ છવાયો ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube