પાંચ સેકેંડમાં જમીનદોસ્ત થયો સુરતનો કુલિંગ ટાવર- કામધંધો છોડી લોકોએ માણ્યા લાઈવ દ્રશ્યો

સુરત(surat): ઉત્રાણ વિસ્તારની ઓળખ ધરાવતું જાણીતું ઉત્રાણ પાવર હાઉસના ટાવરને આજે 21મી તારીખના રોજ ડિમોલિશન કરવામાં આવ્યું છે. ટાવરને ધ્વસ્ત કરવા માટે 200 કિલોથી વધુ…

સુરત(surat): ઉત્રાણ વિસ્તારની ઓળખ ધરાવતું જાણીતું ઉત્રાણ પાવર હાઉસના ટાવરને આજે 21મી તારીખના રોજ ડિમોલિશન કરવામાં આવ્યું છે. ટાવરને ધ્વસ્ત કરવા માટે 200 કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે આ કુલિંગ ટાવર ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ણયનાં આધારે આજે સવારે 11:00 વાગ્યે 85 મીટર ઊંચા આ ટાવરને ધ્વસ્ત કરાયો છે. માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસ નેસ નાબૂદ થઈ ગયો છે. આજે કુલિંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવ્યો છે.

માત્ર 7 સેકેન્ડમાં આ ટાવર થયો ધ્વસ્ત
સુરતના ઉત્રાણ વિસ્તારમાં પાવર હાઉસનો 30 વર્ષ જૂનો ટાવર આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. તે દરમ્યાન આસપાસના રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા. કૂલિંગ ટાવર આશરે 85 મીટર ઉંચો અને 70 મીટર પહોળો હતો.

આજે બ્લાસ્ટ કરીને માત્ર 7 સેકેન્ડમાં આ ટાવરને ઉડાવી દેવાયો છે. પરંતુ આ કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પૂર્ણ થતાં આશરે 30થી 40 મિનિટનો સમય લાગી શકે છે. આ ટાવરને તોડવા માટે 250 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટાવરને 2017માં ભંગાર જાહેર કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કુલિંગ ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી માત્ર 7 સેકન્ડમાં જ વિશાળ ટાવરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે સવારે 11 વાગ્યે કુલિંગ ટાવરને ધ્યાસ્ત કરવામાં આવ્યો છે. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી. કુલિંગ ટાવરમાં 72 પીલર આવેલા હતા. કુલિંગ ટાવરના પીલરમાં હોલ કરાયા હતા. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરાયા હતા. હોલની અંદર એક્સપ્લોઝિવને મુકી દેવાયા હતા.આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરાયો હતો.

જાણો કેમ ધ્વસ્ત કરાયો કુંલિંગ ટાવર?
કુલિંગ ટાવરના માટે એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ ટાવરને ધ્વસ્ત કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ ખાતે આવેલા કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવાયો હતો. કુલિંગ ટાવરના 2017માં 24 વર્ષ પૂર્ણ થયા હતા. જેથી કેન્દ્ર સરકારે આ કુલિંગ ટાવર ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

મળતી માહિતી અનુસાર, કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તોડી પાડવામાં આવ્યો છે. એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી આ ટાવર તોડી પાડવામાં આવ્યો છે. આ 85 મીટરની ઉંચાઈ ધરાવતા આ કુલિંગ ટાવરમાં 72 જેટલા પિલરો પણ આવેલા હતા. જે 72 પિલરોમાં હોલ પાડવામાં આવ્યા હતા. જેમાં એક પિલરમાં 20 જેટલા હોલ પાડવામાં આવ્યા હતા. જેમાં પિલરમાં એક્સપ્લોઝિવ મુકવામાં આવ્યો હતો. જેના માધ્યમથી રિમોર્ડ કંન્ટ્રોલથી તોડી પાડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *