ક્રૂરતાની તમામ હદો વટાવતાં અ’વાદના દ્રશ્યો- નેપાળી યુવકને ચોર સમજી એટલો માર માર્યો કે, તડપી તડપીને મોતને ભેટ્યો

અમદાવાદ (Ahmedabad) માં આવેલા ચાંગોદર નજીક એક યુવકને ચોર સમજીને લોકોએ ઢોરમાર માર્યો હતો. યુવકને લાકડીના દંડા એક ફટકાર્યા હતા જેમ કોઈ પશુને નિર્દયતાથી મારતા…

અમદાવાદ (Ahmedabad) માં આવેલા ચાંગોદર નજીક એક યુવકને ચોર સમજીને લોકોએ ઢોરમાર માર્યો હતો. યુવકને લાકડીના દંડા એક ફટકાર્યા હતા જેમ કોઈ પશુને નિર્દયતાથી મારતા હોય. આ ઘટનામાં યુવકને એટલો માર માવામાં આવ્યો હતો કે તેનો જીવ જતો રહ્યો હતો. ઘટના સર્જાય ત્યારે ત્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ત્યારે કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટના તેના ફોનના કેમેરામાં કેદ કરી હતી.

પોલીસવડા અમિત વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 10 જેટલા લોકોને હાલ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને સાથે સાથે મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા છે. બીજા લોકોની શોધખોળ હજી પણ ચાલુ છે અને તેમને પણ શોધવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ તાલુકાના તેલાવમાં એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો ખુબજ વાઈરલ થઇ રહ્યો છે. આ ઘટના એક અઠવાડિયા પહેલા સર્જાય હતી, સાણંદના તેલાવ ગામે થાંભલે બાંધીને યુવકને માર મારવામાં આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર યુવકને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો.

આપણે અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં પશુને લાકડીથી માર ફટકારવામાં આવી હોય અને એવા વીડિયો જોઈને જીવદયા પ્રેમી આંદોલન સુધી આવી જાય છે, પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં લોકો પશુને નહીં પરંતુ એક નિર્દોષ યુવકને લાકડીઓ વડે મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મળેલી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લામાં આવેલા ચાંગોદર પાસે આવેલી જગ્યાએ એક નેપાળી યુવક ઊભો હતો. જયારે લોકોએ તેને જોયો ત્યારે તેને એવું લાગ્યું હતું કે, આ કોઈ ચોર તસ્કર છે અને લોકોએ કંઈ પણ જાણ્યા વગર જ લાકડીઓ લઈને યુવકને માર મારવા લાગ્યા હતા. યુવક નીચે પડી ગયો હતો અને બૂમો પાડી રહ્યો હતો પરંતુ આ નિર્દયી લોકો તેને મારી રહ્યા હતા.

હાલ આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઇ રહ્યા છે. હાલ પોલીસે સમગ્ર અજાણ્યા લોકો સામે ફરિયાદ નોધીને વધુ પાસ હાથ ધરી છે. પોલીસે હત્યાના બનાવમાં 10 જેટલા લોકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *