અમદાવાદ :રમતમાં ભાઈએ એરગનનું ટ્રીગર દબાવી દેતા, 2 વર્ષની બહેનના ફેફસામાં ઘુસી ગયો છરો.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. આણંદના સાબરખા ગામમાં રહેતી 2 વર્ષની બાળકીના ફેંફસામાં એરગનનો છરો ઘુસી ગયો હતો. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર અઢી કલાકની જહેમત બાદ ફેફસામાં ગોળી સાથે આવેલી બે વર્ષની બાળકીનું સિવિલ હોસ્પિટલમાં જટિલ ઓપેરશન કરી તેનો જીવ બચાવ્યો છે.

5મીએ સાંજે 4 વાગે, તેના ભાઇએ ભૂલથી ટ્રીગર દબાવી દીધું તેથી તેને વાગ્યું. ખેડૂત પરિવાર ખેતરમાં જ ઘર બનાવીને રહે છે. ત્યાં વાંદરાનો ત્રાસ હોવાથી તેઓ ઘરે એરગન રાખે હોય છે. તે દિવસે કોઇક કારણસર એરગન ફુલ્લી લોડેડ હતી. તેના પપ્પા તે લોડેડ ગન ઓટલા પર મૂકીને બીજા કામે જતા રહ્યા. બાજુમાં 5 વર્ષનો ભાઇ અને બે વર્ષની છોકરી જીનલ રમતાં હતાં. બાળકે ભૂલમાં ટ્રીગર દબાવી દીધું. તેમાંથી છરો બાળકીના શરીરના પાછળના ભાગમાં એટલે બરડામાંથી છાતીમાં ઘૂસી ગયો. લગભગ પોણા બાર વાગે બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા.

હાથમાં ચોકલેટ લઈને માતાના ગળે વળગેલી 2 વર્ષી જીનલ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખુશ હતી. તસવીરમાં આપ જે જીનલને જોઈ રહ્યા છો તે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવી ત્યારે કંઈ બોલી શકતી નહોતી. માત્ર આંસુ સારતાં સારતાં મમ્મીને સાદ પાડી રહી હતી. જાણે કે મમ્મી શબ્દ બોલવાને કારણે તેને શરીરમાં એરગનનાં છરા ઘુસી ગયાનો દુખાવો ઓછો થતો હતો. પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સે એ સમજી ગયા હતા કે,કેસ ખુબ જ ક્રિટીકલ છે અને જીનલનનાં ફેંફસામાં ઘુસેલી એરગન જો થોડી પણ હદય પાસે જશે તો કંઈપણ થવાની શક્યતા છે. અણીના તાકડે સિવિલ હોસ્પિટલમાં લવાયેલી 2 વર્ષની બાળકી પર સર્જરી વિભાગ દ્રારા શસ્ત્રક્રિયા કરીને છરો બહાર કાઢવામાં આવ્યો.

આ અંગે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. જી.એચ.રાઠોડે જણાવ્યું હતું કે, નાના બાળકોને તેમના જ ભાઇ બહેનોએ કંઇ ક ખવડાવી દીધુ હોય અથવા રમાડતા ઇજા કરી હોય તેવા સંખ્યાબંધ કિસ્સા બહાર આવ્યા છે. જ્યારે બાળકો નાના હોય ત્યારે માતા પિતાએ તેનું વધુ ધ્યાન રાખવું જોઇએ. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના સંખ્યાબંધ ઓપરેશન કરવામાં આવે છે અને તે તદન નિઃશૂલ્ક કરાય છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવા ઓપરેશનના હજારો રૂપિયા લેવામાં આવે છે.

જો છરો એક સેન્ટીમીટર વધારે આગળ નીકળી ગયો હોત તો હૃદયમાં કાણું પડી ગયું હોત. આ સંજોગોમાં લોહી વહી જાય અને દર્દી હોસ્પિટલ સુધી પણ પહોંચી શકે નહીં. ઓપરેશન કરીને છરો કાઢી લીધો છે. બાળકી હવે સ્વસ્થ છે અને ઘરે પણ જઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *