દોઢ વર્ષ પહેલા લગ્ન… બે મહિનાની દીકરી… -તમારી આંખો પણ આંસુ લાવી દેશે શહીદ DSP હુમાયુ ભટ્ટની કહાની

Martyr DSP Humayun Bhat: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકી ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે. ત્યારે આ ઓપરેશનમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. અનંતનાગમાં એન્કાઉન્ટર દરમિયાન આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ઢોંચક અને કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ શહીદ(Martyr DSP Humayun Bhat) થયા છે. DSP હુમાયુ જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલના રહેવાસી હતા. ત્રાલ એ જ જગ્યા છે જ્યાં આતંકવાદી બુરહાન વાની રહેતો હતો. સર્વોચ્ચ બલિદાન આપીને હુમાયુએ માત્ર ત્રાલ જ નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતીય સેનાના અધિકારી અને હુમયાના શહીદીથી સમગ્ર દેશમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.

હુમાયુ ભટ ત્રાલના રહેવાસી હતા. પરંતુ તે ઘણા સમયથી શ્રીનગરની બહારના હમહમાની ફ્રેન્ડસ કોલોનીમાં રહેતા હતા. હુમાયુએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. તેમને એક મહિનાની પુત્રી પણ છે. હુમાયુ 2019 બેચના અધિકારી હતા. તેમના પિતા ગુલામ હસન ભટ જમ્મુ-કાશ્મીર પોલીસમાં IG રહી ચૂક્યા છે. આજે તેમની વીરગતિના સમાચારથી સમગ્ર શ્રીનગરમાં શોક જોવા મળી રહ્યો છે…આજે દેશના દરેક તેમની બહાદુરી અને શહીદીને સલામ કરે છે.

મળતી માહિતી અનુસાર, આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ત્રણેય અધિકારીઓ પરિણીત છે અને તેમને નાના બાળકો છે. શહીદ DSP હુમાયુ ભટ્ટના પરિવારમાં તેમની પત્ની અને એક મહિનાની પુત્રી છે. ગયા વર્ષે તેના લગ્ન થયા હતા. તેમના પિતા ગુલામ હસન ભટ્ટ ભૂતપૂર્વ DIG છે. તે મૂળ પુલવામાં જિલ્લાનો રહેવાસી છે. હવે આ પરિવાર બડગામના હુમહામા વિસ્તારની એક કોલોનીમાં રહે છે. હુમાયુ ભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી જમ્મુ-કાશ્મીર પોલીસમાં DSP તરીકે કાર્યરત હતા. તેના પિતા નિવૃત પોલીસ અધિકારી છે. હુમાયુની પત્ની પ્રોફેસર છે.

DSP હુમાયુના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે શ્રીનગરના ડિસ્ટ્રિક્ટ પોલીસ લાઇન્સમાં તેમને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શહીદ હુમાયુને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પૂર્વ IGP ગુલામ હસન ભટે પણ તેમના શહીદ પુત્ર હુમાયુના મૃતદેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દ્રશ્ય જોઇને સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા. આ પછી હુમાયુના નશ્વર દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, હુમાયુના પાર્થિવ દેહને જોઇને પરિવારજનોમાં આક્રંદ જોવા મળતો હતો. DSP હુમાયુને બડગામમાં દફનાવવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, બુધવારે સુરક્ષા દળોએ અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોના અધિકારીઓ જેવા આતંકીઓ જ્યાં છુપાયેલા હતા ત્યાં પહોંચ્યા, તેઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન સેનાના એક અધિકારી અને એક પોલીસ અધિકારીને ગોળી વાગી હતી. ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આ અધિકારીઓને બચાવી શકાયા ન હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, સેના અધિકારીઓ પર ફાયરિંગ કરનારા આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફાયરિંગ પણ થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ટ્વીટ કર્યું, કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને ડીએસપી હુમાયુ ભટની અતૂટ બહાદુરીને સાચી શ્રદ્ધાંજલિ, જેમણે આ ચાલુ ઓપરેશન દરમિયાન આગળથી નેતૃત્વ કરતી વખતે તેમના જીવનનું બલિદાન આપ્યું છે. અમારી સેનાએ ઉઝૈર ખાન સહિત લશ્કરના બંને આતંકવાદીઓને ઘેરી લેવાના સંકલ્પ સાથે જોડાયેલી છે. ઉઝૈર ખાન 10 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો આતંકવાદી છે. તે ખીણમાં જુલાઈ 2022 થી સક્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *