અગામી 7 દિવસ ગુજરાત ભરમાં રહેશે મેઘરાજાની જમાવટ- હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Published on Trishul News at 2:01 PM, Thu, 14 September 2023

Last modified on September 14th, 2023 at 2:32 PM

Weather forecast in Gujarat: રાજ્યમાં ઘણી જગ્યા જન્માષ્ટમીની સાંજથી વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે તેવી આશા બંધાઈ ગઈ છે.જોકે, હવે વરસાદે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો છે.જોકે આવા નિરાશાના માહોલ વચ્ચે કેટલાક હવામાન શાસ્ત્રીઓએ બંગાળની(Weather forecast in Gujarat) ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર પાસે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેથી આવનારી તારીખ 16 અને 17 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

15થી 18 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ
ત્યારે તારીખ 15, 16 અને 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે 18મી સપ્ટેમ્બરે આ વિસ્તારો ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યમાં 16 અને 17 સપ્ટેમ્બરની આસપાસ હવામાન પલટાસે
સોરાષ્ટ્ર, કચ્છ તથા ઉ.ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી વરસાદ નથી પડ્યો અને તેના કારણે ઉભા પાકમાં ખુબ ભારે અસર પડી છે. ઘણા વિસ્તારોમાં વરસાદની અછતને કારણે પાકને ખુબ ભારે નુકસાન પોહાચ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.અને જો હજી પણ વરસાદ પડવામાં વાર લાગશે તો ચોમાસા પાકને ખુબ ભારે નુકસાન થઈ શકે છે.જેથી રાજ્યમાં તારીખ 16 અને 17 સપ્ટેમ્બરની આસપાસથઈ હવામાનમાં પલટો થશે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

અત્યાર સુધીમાં પડ્યો 86.26 ટકા વરસાદ
મળતી માહિતી અનુસાર, સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ ગયો હતો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ લાવનારી સિસ્ટમ એક્ટિવ થઈ નહોતી. જન્માષ્ટમીથી ફરી વરસાદના મંડાણ થતાં લોકોમાં હરખ છવાયો ગયો હતો. અલબત્ત, હવે વરસાદનું નામોનિશાન નથી. આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ચાર તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યારે સુધી 86.26 ટકા વરસાદ પડ્યો હોઈ ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.

Be the first to comment on "અગામી 7 દિવસ ગુજરાત ભરમાં રહેશે મેઘરાજાની જમાવટ- હવામાન વિભાગે કરી વરસાદની આગાહી"

Leave a comment

Your email address will not be published.


*