English liquor seized in Surat: ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં ખુલેઆમ દારૂની વહેચણી થઇ રહી છે. ત્યારે એક મોટો સવાલ એ ઉદભવે કે સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવેલી છે તો પછી દારૂ આવે છે ક્યાંથી? ત્યારે આવી જ એક દારૂની ઘટના સામે આવી છે.
બુટલેગરો દારૂનો ધંધો કરવા અનેક નવાનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. સુરત શહેરમાંથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પેટ્રોલિંગ કરીને દારૂના અડ્ડાઓ, જુગારધામ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર નો ઓર્ડર મળવાની સાથે જ શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર છાપો મારવામાં આવી રહ્યા છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પરમહંસ સોસાયટીમાં માસી ભાણિયો બહારથી ઇંગ્લિશ દારૂ લાવીને વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસની ટીમ દરમિયાન માહિતી મળી હતી કે, પ્રમાણ જ સોસાયટીમાં મોટાપાયે દારૂનો વેપલો થઈ રહ્યો છે.
વરાછા પોલીસ સ્ટેશનની ટીમને માહિતી મળતાની સાથે જ પેટ્રોલિંગ પર હાજર પોલીસકર્મીઓએ પ્રમંત સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નંબર 1 માં પ્રોહિબિશનનો જથ્થો મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યા હતા.
પોલીસે રેડ પાડીને ઇંગ્લિશ દારૂ(English liquor seized in Surat)નું વેચાણ કરનાર વિશ્વજીતસિંહ ઉર્ફ પ્રિન્સ સુરજસિંહ ચૌહાણ અને રેશમી ઉર્ફે રમીલાબેન રાવત પૂરી ગોસ્વામીની ધરપકડ કરી છે. ઇંગ્લિશ દારૂનો કુલ 36,190નો મુદ્દામાલ કબજે કરીને માસી ભાણેજ ની ધરપકડ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube