મચ્છરના ત્રાસથી કંટાળીને તમે પણ આવી ભૂલ તો નથી કરતા ને! વલસાડમાં એવી ઘટના બની કે… લોહીના આંસુએ રડી પડ્યો પરિવાર

valsad news: મચ્છરના ત્રાસના કારણે જો તમે રાત્રીના સમય દરમિયાન ધૂમાડો કરી ઉંઘી જતા હોય તો તમે ચેતી જજો. કારણે કે, વલસાડના વાપીમાંથી(valsad news) ચેતવણી જનક એક કિસ્સો સામે આવી રહ્યો છે. મચ્છરના ત્રાસને દૂર કરવા કરેલા ધૂમાડાએ માસૂમ બાળકીનો ભોગ લીધો છે તેમજ અન્ય પરિવારના લોકોને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા છે.

પરિવાર બેહોશ થયો હતો
ધુમાડા કારણે વાપીના સુલપડમાં આખો પરિવાર બેહોશ થયો હતો. પરિવારના પાંચ સભ્યોમાંથી એક બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, તેમજ અન્ય ચાર સભ્યો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે તપાસ હાથ ધરી
વાપી ટાઉન પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મચ્છર મારવા માટે કરેલા ધુમાડાને કારણે પરિવારને ગુંગળામણ થઇ હતી. જેને લઈ ઉંઘમાં જ પરિવાર બેહોશ થયાની વિગતો સામે આવી રહી છે.

અત્ર ઉલ્લેખનીય છે કે, ભારતમાં શ્વાસની બીમારીઓમાં હવે ઝડપી વધી રહી છે જેના માટે મુખ્યત્વે પ્રદુષણ જવાબદાર છે. વાયુ પ્રદુષણ ઉપરાંત એક સંશોધન અનુસાર ભારતમાં મચ્છર ભગાડવા વપરાતી અગરબત્તી ઓરડામાં સળગાવવાથી તેના ધુમાડાને શ્વાસમાં લેવાથી પણ ગંભીર શ્વાસના રોગો થવાની શક્યતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *