અંબાલાલ પટેલની ‘ભારે’ વરસાદની આગાહી: લો પ્રેશર સર્જાશે આવશે ભયંકર વાવઝોડું, ચારે બાજુ થશે જળબંબાકાર

Forecast of Ambalal in Gujarat: ગુજરાતભરમાં અત્યાર વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે.…

Forecast of Ambalal in Gujarat: ગુજરાતભરમાં અત્યાર વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. તેમણે જણાવાયું છે કે, 30 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે જેને લઈ અરબ સાગરમાં વાવાઝોડું(Forecast of Ambalal in Gujarat) સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે.

2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાઈ શકે
અંબાલાલ પટેલે કહ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. 2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની ગતિવિધ શરૂ થઈ જશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિના કારણે વરસાદ રહેશે. આ ગતિવિધિ 24થી 25 સપ્ટેમ્બરમાં વધી જશે. જેના કારણે 26થી 29 સપ્ટેમ્બરમાં વરસાદ થશે. ક્યાંક વધારે વરસાદ રહેવાનું અનુમાન છે.

’27 સપ્ટેમ્બરે ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થશે’
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે તેમજ 27 સપ્ટેમ્બરે ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વધી શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાનું સર્જન થઈ શકે છે તેમ અંબાલાલએ આગાહી કરી રહ્યા છે.

ચોમાસાની વિદાય પછી દર વર્ષે પાછોતરો વરસાદ થાય છે અને ચાલુ વર્ષે પણ વરસાદ થવાનું અનુમાન છે. જોકે, ચાલુ વર્ષે ચોમાસું જ વિશેષ રહ્યું છે. આમ તો 2023ની શરુઆતથી હવામાન વિશિષ્ટ જોવા મળ્યું છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 30 સપ્ટેમ્બર બાદ વારંવાર ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *