Constable saved woman life at Varanasi railway station: કહેવાય છે કે જન્મ અને મૃત્યુ બંને ઉપરવાળાના હાથમાં છે. એટલે જ કહેવાય છે કે ‘જાકો રખે સૈયાં માર સકે ના કોય’ આવી જ એક ઘટના વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશન પર બની હતી. જ્યાં પ્લેટફોર્મ નંબર એક પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલાનો પગ લપસી ગયો, જેના કારણે તે કોચ અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ.
જે બાદ મહિલા થોડે દૂર સુધી ઘસડાઈ પણ હતી. આ પછી ત્યાં હાજર આરપીએફ હેડ કોન્સ્ટેબલે તૈયારી બતાવીને મહિલાનો હાથ પકડી લીધો, જેનાથી તેનો જીવ બચી ગયો.(Constable saved woman life at Varanasi railway station) મહિલા સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. સ્પીડ વધુ હોવાને કારણે મહિલા ટ્રેનમાં ચઢી શકી ન હતી અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ હતી. મહિલાનું નામ પાર્વતી છે. જે બિહારના દુરંધાથી ટ્રેનમાં ચડી હતી. તેને આણંદ બિહાર જવાનું હતું.
जन्म और मृत्यु दोनों ऊपर वाले के हाथ में हैं, इसीलिए कहा भी जाता है कि ‘जाको राखे साइयां मार सके न कोय’. कृपया चलती हुई ट्रेन में ना चढ़ें/उतरें, यह जानलेवा हो सकता है.@IRCTCofficial @RailMinIndia pic.twitter.com/5vuYeJ40XO
— Sohit Trivedi (@SohitTrivedi05) July 12, 2022
મહિલા વારાણસી સ્ટેશન પર પાણી લેવા માટે ઉતરી હતી. થોડી જ વારમાં ટ્રેન દોડવા લાગી. ઉતાવળમાં મહિલા ટ્રેનમાં ચઢવા દોડી પણ તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ. આ દરમિયાન પ્લેટફોર્મ પર ઉભેલા લોકો અવાજ કરતા તેને બચાવવા દોડ્યા હતા. જ્યાં મહિલા ચઢવા જઈ રહી હતી, ત્યાં જ રામબાગના પ્રયાગરાજમાં તૈનાત આરપીએફના હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર સિંહ કોચના દરવાજે ઉભા હતા.
કોન્સ્ટેબલ રાજેશની નજર મહિલા પર પડી અને તેણે મહિલાનો હાથ પકડી લીધો અને તેને નીચે જવા દીધી નહિ. આ કારણોસર મહિલા ટ્રેનના પૈડા સુધી પહોંચી શકી ન હતી. ટ્રેન શરૂ થઈ ચૂકી હતી, તેથી મહિલા થોડીવાર પ્લેટફોર્મ પર ખેંચાતી રહી. જ્યારે ટ્રેનના ગાર્ડ આ ઘટનાને જોતા પહોંચ્યા તો તેમણે તરત જ ટ્રેનને રોકી અને ત્યારબાદ મહિલાને બહાર કાઢવામાં આવી. પ્લેટફોર્મ પર જેણે પણ આ ઘટના જોઈ તેના શ્વાસ થોડીવાર માટે અટકી ગયા. આ રીતે કોન્સ્ટેબલની મદદથી મહિલાનો જોવ બચી શક્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube