પ્રધાનમંત્રી મોદીએ ઓગસ્ટ થી નવેમ્બર દરમિયાન સાત વખત વિદેશનો પ્રવાસ કરી નવ દેશોની મુલાકાત લઇ લીધી છે, આવું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને પ્રધાનમંત્રી ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અને વિદેશ પ્રધાનના તેમજ પોતાના પ્રવાસની વિગતો પણ આપી હતી.
મોદીએ ઓગસ્ટથી નવેમ્બર સુધીમાં વિદેશની સાત વાર મુસાફરી કરી હતી અને નવ દેશોની મુલાકાત લીધેલી, એમ મુરલીધરને જણાવેલી વિગતો પરથી જાણવા મળ્યું હતું. સાથે-સાથે તેમણે આપેલી વિગતો મુજબ, મોદીએ ભૂતાન, ફ્રાન્સ, યુ.એ.ઇ., બહેરિન, રશિયા, અમેરિકા, સાઉદી એરેબિયા, થાઇલેન્ડ અને બ્રાઝિલની મુલાકાત પણ લીધી હતી.
પ્રધાનમંત્રીએ ભૂતાન, ફ્રાન્સ, યુ.એ.ઇ., બહેરિન, રશિયા, અમેરિકા, સાઉદી એરેબિયા, થાઇલેન્ડ અને બ્રાઝિલની મુલાકત લીધી છે. એક બીજા સવાલના ઉતરમાં મુરલીધરને જણાવ્યું હતું કે અમેરિકા સ્થિત એક સ્વંયસેવી સંસ્થા એ ટેક્સાસ ઇન્ડિયા ફોરમ. ઇન્ક. દ્વારા હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરે હાઉડી મોદી, શેર ડ્રીમ્સ, બ્રાઇટ ફ્યુચર’નામના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 21 થી 27 સપ્ટેમ્બર વચ્ચે પ્રધાનમંત્રીને અમેરિકાની મુલાકાતના ભાગરૂપે આયોજકોના આમંત્રણને માન આપી કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ભારતીય અમેરિકન સમુદાય અને ચૂંટાયેલા અનેક પ્રતિનીધીઓને સંબોધન કર્યું હતું.
‘ભારત સરકારે ટેક્સાસ ઇન્ડિયા સાથે કોઇ જ ભાગીદારી કરી ન હતી કે કાર્યક્રમ માટે કોઇ ભંડોળ પણ પુરૂં પાડયું ન હતું’ એમ તેમણે જણાવ્યું હતું. તે દરમિયાન રાષ્ટ્રપતિ કોવિદે પણ ઓગસ્ટ થી નવેમ્બર દરમિયાન 3 વિદેશ મુસાફરી કરી હતી અને 7 દેશોની મુલાકાત લીધી હતી. અને સાથે-સાથે ઉપ-રાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડૂએ પણ 3 વિદેશ યાત્રા કરી 6 દેશોની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરે 13 યાત્રાઓ કરી 16 દેશોની મુલાકાત લીધી હતી તો મુરલીધરને 10 વાર મુસાફરી કરી 16 દેશોની મુલાકાત લીધી હતી. ભારતની મુલાકાતે આવેલા વિદેશી મહાનુભવોની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ચીની પ્રમુખ જિનપિંગ સહિત કુલ 14 મહાનુભવોએ ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે ભારતની મુલાકાત માટે આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.