ગુજરાતમાં સતત 3 દિન સુધી સીટી બસ બની યમરાજ, સુરતમાં 2 દિવસમાં 4 વ્યક્તિના મોત

સુરતમાં સીટી બસ અકસ્માત મામલે પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યા છે. તંત્ર તરફથી બાંહેધરી મળતા પરિજનોએ સમાધાન કરી ધરણા સમેટી લીધા છે અને મૃતકોના મૃતદેહનો સ્વીકાર કર્યો છે. પરિજનોએ આઠ લાખ રૂપિયાની માંગ કરી હતી જેની સામે સીટી બસના કોન્ટ્રાકટર દ્વારા પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો છે. જેનો પરિજનોએ સ્વીકાર કર્યો છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિજનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ અંગે પાલિકાના ડેપ્યુટી કમીશનર એન.વી.ઉપધ્યાય એ જણાવ્યું હતું કે, નીતિ નિયમો પ્રમાણે પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. જો કે તેમણી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી.

2 દિવસમાં 4 ના મોત:

સુરતના ડિંડોલી વિસ્તારમાં ગતરોજની ઘટનાનો રોષ હજુ તો શાંત નથી થયો ત્યારે સુરતની યમરાજ બનેલી બસે પાંડેસરા વિસ્તારમાં આજે સવારે દક્ષેશ્વર મંદિર નજીક સિટી બસે એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ 18 વર્ષના મુજમ્મિલ અમજદ શેખ તરીકે થઈ છે, જે ભેસ્તાન આવાસનો રહેવાસી છે. છેલ્લાં 24 કલાકમાં સિટી બસે ચાર લોકોના ભોગ લીધા છે. ત્યારે આજે થયેલા અકસ્માતને લઈને પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભીડમાં જઇને જોયું તો અકસ્માત થયેલો યુવક મારો જ મિત્ર હતો:

હું નોકરી પર જતો હતો ત્યારે દક્ષેશ્વર પાસે અકસ્માત થયો હતો .લોકો ટોળે વળેલા હતા. જેથી હું પણ જોવા માટે ગયો હતો. જોયું તો ઈજાગ્રસ્ત યુવક ઓળખીતો હતો. તેણે મને ઓળખી લેતા મને બોલાવ્યો. મુઝમ્મીલે સિટી બસના ડ્રાઈવરે ટક્કર મારી હોવાનું જણાવ્યું હતું. મે મુઝમ્મીલને 108માં સિવિલ મોકલી તેના ઘરે જઈ જાણ કરી. બાદમાં તેના પરિવાર સાથે સિવિલ પહોંચ્યો હતો.જ્યાં ડોક્ટરે ધ્યાન ન આપતાં તેને લઇ ખાનગી હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાં સુધીં તેણે દમ તોડી દીધો હતો.

મારો આધાર જતો રહ્યો

મુઝમ્મીલના પિતા અમજદભાઈએ જણાવ્યું હતું કે એકની એક બહેનનાં નજીકના દિવસોમાં લગ્નની તારીખ નક્કી થવાની હતી. લગ્ન માટે મુઝમ્મીલે દર મહીને ચાર હજારની બચત કરતો હતો. અમારો તે એક માત્ર સહારો હતો જે જતો રહ્યો.

આ અકસ્માતથી સમજી શકાય છે કે, સરકારી બસના ડ્રાઈવરોને નિર્દોષ લોકોની કોઈ પડી નથી. તેઓ વારંવાર થતા અકસ્માતોથી કોઈ શીખ લેતા નથી. ગઈકાલે સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં પિતા, પુત્ર અને ભત્રીજાના સિટી બસના અડફેટે મોત નિપજ્યા હતા. જેના બાદ આજે સવારે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસે બે યુવકોને કચડ્યા હતા, જેમાં તેઓના મોત નિપજ્યા છે. ત્યારે અમદાવાદના અકસ્માતના ગણતરીની મિનીટો બાદ જ સુરતમાં આજે ફરીથી અકસ્માત સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *