સુરત/ આ દિવ્યાંગ દંપતી સેનેટરી પેડ બનાવી બન્યા આત્મનિર્ભર- દિવ્ય કલા મેળામાં ખરીદી માટે ઉમટી પડી મહિલાઓ

Disabled Couple Success story: દિવ્યાંગ શબ્દ સાંભળતા જ કંઈક ખૂટતું હોય એવી અનુભૂતિ થઈ આવે છે અને સમાજમાં આજે પણ કેટલાક લોકો તેમનેે દયાભાવે જોતાં હોય છે તેમજ લોકો જાહેર સ્થળોએ પોતાની ઈચ્છાથી મદદ કરતા હોય છે,તેમજ ઘણી એવી કહેવતો પણ છે કે મન હોય તો જ માળવે જવાય. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવી બધી કહેવતો આપણે સાંભળી હશે. આ વાતે આજે એક દિવ્યાંગ દંપતી( Disabled Couple Success story ) એ સાબિત કરી બતાવી.

પણ સુરતમાં રહેતા દિવ્યાંગ પતિ પત્નીએ આવી બધી કહેવતોને પોતાના જીવનમાં યથાર્થ ઠેરવી બતાવી છે.સુરતમાં અઠવા વિસ્તારમાં આવેલ એસએમસી ગ્રાઉન્ડ પાર્ટી પ્લોટ ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ પતિ પત્ની બંનેએ સેનેટરી પેડ બનાવી સફળતાના શિખરો સુધી પહોંચી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

29 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી દિવ્ય કલા મેળાનું આયોજન
ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ખાસ દિવ્યાંગો માટે અઠવા વિસ્તારમાં આવેલ સુરત એસએમસી ગ્રાઉન્ડ પાર્ટી પ્લોટ ખાતે 29 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 રાજ્યો સાથે 100 જેટલા દિવ્યાંગ કારીગરો દ્વારા તેમના ઉત્પાદનો અને કૌશલ્યનું પ્રદર્શન દિવ્ય કલા મેળામાં યોજાયું છે ત્યારે હર્ષિદા બહેન પ્રજાપતિ અને તેમના પતિ ઘનશ્યામભાઈ પ્રજાપતિ બંને દિવ્યાંગ હોવા છતાં પણ તેમનો જુસ્સો અને હિંમતને દાદ આપવી પડે તેમ છે કારણ કે સામાન્ય વ્યક્તિ ના કરી શકે તે પ્રકારનું કામ આ પતિ પત્ની દ્વારા કરવામાં આવ્યું છે.તેમને સેનેટરી પેડ બનાવી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ બિઝનેસ થકી એવોર્ડ પણ લઈ ચૂક્યા
આ પતિ પત્ની સેનેટરી નેપકીનના બિઝનેસ થકી એવોર્ડ પણ લઈ ચૂક્યા છે અને પોતે પોતાના બિઝનેસમાં એક સફળ બિઝનેસમેનોમાં ગણવામાં આવી રહ્યા છે ત્યારે દિવ્ય કલા મેળામાં ગુજરાતનું ગૌરવ એવા આ બંને પતિ પત્ની આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *