AAP છોડીને ભાજપમાં ગયેલા કોર્પોરેટર થશે પદભ્રષ્ટ? જાણો ગાંધીનગરથી શું આવ્યું ફરમાન?

Surat News: આજરોજ વિપક્ષનેતા પાયલ સાકરીયા અને દંડક રચનાબેન હિરપરા દ્રારા યોજાયેલ સંયુકત અખબારીયાદીમાં સુરત મહાનગરપાલિકાની( Surat News ) ગત યોજાયેલ ચુંટણીમાં પ્રજાના પ્રચંડ જનસમર્થન થકી…

Surat News: આજરોજ વિપક્ષનેતા પાયલ સાકરીયા અને દંડક રચનાબેન હિરપરા દ્રારા યોજાયેલ સંયુકત અખબારીયાદીમાં સુરત મહાનગરપાલિકાની( Surat News ) ગત યોજાયેલ ચુંટણીમાં પ્રજાના પ્રચંડ જનસમર્થન થકી આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા બાદ પ્રજાને સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી પડતર પ્રાથમિક સુવિધા સહિતની આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી નીતિઓને વધુ સુદ્રઢ અને સુલભ બનાવવા સતત સંઘર્ષરત રહીને જનકલ્યાણના સુત્રકને સાર્થક કરવા પ્રયાસ કરતા હતાં.

આમ આદમી પાર્ટીને કમજોર કરીને વર્ષોથી પાલિકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર અને કુશાસનની પોલ ઉઘાડી પાડવાની આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી નીતિને અવરોધી પોતાનું સામ્રાજય ટકાવી રાખવા અને પ્રજાને મતદાનની ભુમિકા દરમ્યાન અસમંજસની પરિસ્થિતિમાં નાંખવા પંજાબ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાના ઇલેકશન પહેલા ભારતીય જનતા પાર્ટી દ્રારા આમ આદમી પાર્ટીના નગરસેવકોને યેનકેન પ્રકારે વિવિધ આર્થિક અને રાજકીય પદોના પ્રલોભનો આપીને 12 નગરસેવકોના ખરીદવેચાણનું બિનસંવૈધાનિક કૃત્ય કરી લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરીને પ્રજાએ આપેલ મેન્ડેટનું અપમાન કરવા બદલ ગુજરાત પક્ષાંતરધારા 1986ની કલમ-૩ હેઠળ સુરત મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા,

તેઓ વિરુઘ્ધ કાયદેસરના પગલા લેવા માંગણી કરતી અરજી કરતા સંલગ્ન તથ્યો અને પુરાવાઓને ઘ્યાને લઇ અમારી વાત માન્ય રાખી, નાયબ ચીટનીસ, અધિકારીની કચેરી, (પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ), ગાંધીનગર ઘ્વારા અરજદારો તથા તમામ પક્ષાંતર કરનારા સભ્યો સહિત મેયર, સુરત મહાનગરપાલિકા., મ્યુનિસિપલ કમિશનર, સુરત મહાનગરપાલિકા તથા કલેકટર, સુરત શહેરને જાણ કરીને સદર બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા તમામ અસલ રેકોર્ડ સાથે આગામી તા.16/01/2024 ના રોજ ઉપસ્થિત રહેવા નોટિસની બજવણી કરેલ છે જેની હકીકત આપના માઘ્યમથી શહેરને જનતાને જાણ કરવા જણાવેલ છે.

સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ દાયકાના શાસન દરમ્યાન જોહુકમીથી ત્રસ્ત શહેરની પ્રજાએ વિવિધ વોર્ડમાં એકથી બે દાયકાથી ભાજપને યેનકેન રીતે નકારેલ હોવાથી આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર 16 લાખથી વધુ મતોથી સભ્યોને જંગી બહુમતી સાથે પ્રજાના કામો કરવા આર્શિવાદ આપતા ભાજપ શાસકો દ્રારા SMC આમ આદમી પાર્ટીના વિવિધ વિજયી થયેલ ઉમેદવારોના ખરીદ-વેચાણની લોકશાહી વિરુઘ્ધની નીતિ અખ્ત્યાર કરેલ છે જેનો આમ આદમી પાર્ટી દ્રારા વિરોધ સહ કાયદાકીય રાહે ન્યાય મેળવવા પ્રયાસના ભાગરૂપે પક્ષકારોને નોટિસની બજવણી કરીને જરૂરી સ્પષ્ટતા કરવા આદરેલ કાર્યવાહીએ ” સત્ય પરેશાન હો શકતા હે, પરાજિત નહી ” ની ઉકિતને સાર્થક કરતી નાનકડી શરૂઆત થયેલ છે.

જે ભાજપ દ્રારા લોકશાહીના મુલ્યોના સતત હનનને રોકવા ભવિષ્યમાં એક માઇલસ્ટોન સમાન સાબિત થશે જે પ્રજાજનોના મતની મહતાને નકારતી જોહુકમીભરી માનસિકતાની હાર છે અને અમો આ તમામ પ્રજાદ્રોહી સભ્યોને સજાના ભાગરૂપે તેઓ તેમના સભ્યપદેથી ગેરલાયક ઠરે તે મુજબની કાર્યવાહી કરાવી લોકશાહી મુલ્યોનું જતન અને સંવર્ધન કરાવી પ્રજાહિતમાં લડતા આવેલ છીએ અને અવિરતપણે પ્રજાહિતમાં કામગીરી કરતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *