Babra Bhoot Temple in Gujarat: ભૂતનું નામ સંભળતા જ આપણા રૂંવાળા ઉભા થઇ જાય છે. ભૂત અને પિશાચ વિશે સાંભળેલી વાતોને કારણે રાતના અંધારામાં કે પછી સુમસામ વિસ્તારમાં આપણે એકલા જવાનું ટાળતા હોઇએ છીએ પરંતુ આ તમામ બાબતથી વિપરીત આપણને કદાચ આશ્ચર્ય પમાડે તેમ લોકો ભૂતને ‘ભગવાન’ સમો દરજ્જો આપીને તેમના મંદિર બંધાવી રહ્યાં છે અને તેમની પૂજા કરી માનતા પણ માને છે. જ્યાં દેવી-દેવતાઓ, સંત શિરોમણીની પૂજા કરવામાં આવે છે તે છે અરવલ્લી જિલ્લાના લીંભોઈ ગામે આવેલા બાબરા ભૂતનું મંદિર( Babra Bhoot Temple in Gujarat ).આ મંદિરમાં કોઈ દેવી-દેવતા નહીં પરંતુ એક ભૂત બિરાજમાન છે.ત્યારે કેવી રીતે એક ભૂત બન્યું વીર અને શું છે તેની કહાની આવો આપણે જાણીએ…
ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાથી 12 કિ.મીના અંતરે આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે. આ મંદિર બાબરા ભૂતનું મંદિર છે જેને બાબરીયા વિરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે અહીંયા ખેડૂતોએ નિયમ કર્યો કે, આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરાવીર ને ધરાવ્યા બાદ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે. અત્યારે પણ ખેડૂતો પાકનો ભોગ મંદિરે ધરાવે છે.
બાબરાવીર ને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે. દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.આ મંદિરના મહાત્મ્યની વાત કરીએ તો વર્ષો પહેલા ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂતનો વાસો હતો. આ વિસ્તારમાંથી નીકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા, પરંતુ જે તે વખતે વડીલો એ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂતની પૂજા-અર્ચના કરી તેઓની વિધિ વિધાન પૂર્વકની આરાધના કરી હતી.અન્ય મંદિરો અને પવિત્ર સ્થળો સાથે જેમ એક લોકવાયકા છે, તેમ આ મંદિર પણ લોકવાયકાઓથી ભરેલું છે.
સંતાન પ્રાપ્તિ માટે લોકો કરે છે માનતા
એક સમયે અહીં લોકો બાબરા ભૂતથી ડરતાં હતાં. આજે તે જ લોકો આ ભૂતને બાબરીયા વીર પૂજે છે. બાબરીયા વીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.અહીં એવું પણ કહેવાય છે કે, સંતાન પ્રાપ્તિની માનતા પણ અહીં પૂર્ણ થાય છે.અહીં નિઃસંતાન દંપતી પોતાની મનોકામના લઇ આવે છે.
આસ્થા હોય કે પછી અંધશ્રદ્ધા પરંતુ ગુજરાતમાં જે રીતે દેવી-દેવતાઓને પુજવામાં આવે છે તેમાં બાબરીયા વીર સમક્ષ શિશ ઝુકાવીને માનતા રાખનારો એક વર્ગ છે. પછી તે પછાત વિસ્તારમાંથી આવતો હોય કે શહેરની મોર્ડન લાઇફ જીવતો હોય પરંતુ તે આ નાના મંદિરના સતના પ્રકાશથી બચી શક્યો નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube