MLA Hardik Patel: 03 ડિસેમ્બર વર્ષ 2017 ના રોજ સરથાણા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી સમયે જન ક્રાંતિ મહાસભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે(MLA Hardik Patel) ભાજપ વિરૂદ્ધ ભાષણ કર્યું હતું. જેને લઇ સરથાણા પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફર્ધર નિવેદન નોંધવામાં આવ્યું હતું. સરથાણમાં જાહેર નામાનો ભંગ, રાજકીય પાર્ટી સામે ભાષણ કરવા બાબતનો ગુનો દાખલ થયો હતો. ભાષણના આ કેસમાં કલેક્ટર સહિત આઠથી દસ સાક્ષીઓની જુબાની થઈ ચૂકી છે.
પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હતો
વર્ષ 2017 માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી કાઢવાના કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે. પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે.15000ના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ પરવાનગી વિના વર્ષ 2017 માં રેલી કાઢી હતી. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો. આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતાં અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે. જાણકારોના મતે ભાજપ સરકારમાં હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યાં છે.
હાર્દિકે સરકાર વિરોધ ભાષણો કર્યા હતા :
વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરત જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલને ઉમેદવાર કે રાજકીય પક્ષ આ પક્ષ અથવા તો વિરોધમાં કોઈપણ નિવેદન ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે યોગીચોક ખાતે યોજાયેલી સભાને સંબોધિત કરી હતી. જેમાં બિન રાજકીય સભામાં રાજકીય નિવેદનો આપવામાં આપવામા આવ્યા જતા. હાર્દિક પટેલ સામે આ સભામાં સરકાર વિરૂદ્ધ ભાષણો કર્યાનો કેસ થયો હતો.
વડોદરામાં બનેલી ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું
વિજાપુર થી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે હાર્દિકે કહ્યું હતું કે કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે. વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છુટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.આ ઉપરાંત વડોદરામાં બનેલી ગોઝારી ઘટના અંગે તેમને દુઃખ વ્યક્ત કર્યું હતું.તેમજ રામમંદિર વિષે પણ વાતો કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube