વડોદરા બોટકાંડ: મૃતક બાળકોની અંતિમ વિધિથી ધ્રુજી ઉઠ્યું ગુજરાત – વિડીયો જોઈને હૃદય કંપી જશે

Vadodara Boat Accident: ગતરોજ સાંજના સમયે “બચાવ…બચાવ…”ની બુમોથી હરણી તળાવ(Harni lake Vadodara Boat Accident) ગુંજી ઉઠ્યું હતું.ગુજરાત તેમજ સમગ્ર દેશના લોકોના મનમાંથી હજુ પણ તે મોતની ચિચિયારીઓ નથી જતી.આ સમગ્ર ઘટનાક્રમના કારણે સ્થાનિકો અને માતા-પિતા આઘાતમાં સરી પડ્યા છે.આજે એક માં બાપની અર્થી ઉપાડવાની જવાબદારી એક સંતાનની હોઈ છે.પરંતુ આજે આ ગોઝારા અકસ્માત તેમજ કાળમુખા જવાબદાર અધિકારીઓ અને પ્રશાશનના કારણે એક પિતાએ પોતાના બાળકની અર્થી ઉપાડવાનો વારો આવ્યો હતો.આ દ્રશ્યો ભલભલાની છાતીને ચીરી નાખે તેવા છે.

અર્થી કાઢતી વેળાએ ચીચીયરથી ગુંજી ઉઠ્યું વાતાવરણ
આ ગોઝારી ઘટનામાં જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આપણને બધાને ખબર છે કે, આ ખાલી માત્ર લોકોને દેખાડવા માટેની જ કાર્યવાહી છે. પિકનિકમાં જવા માટે શાળાના ઓટલા પર બાળકો બેગ પહેરીને એક લાઈનમાં બેસી ગયા હતા. આ તમામ બાળકોને શિક્ષકો સૂચન આપી રહ્યા હતા. એક-એક કરીને બાળકોએ પાછળની તરફ પોતાના બેગ મૂકી દીધા હતા ને અમુક બાળકો ફરી ઓટલાની ફરતે લાઈનમાં બેસી ગયા હતા તો અમુક બાળકો પાછળની તરફ ઊભા હતા. આ સિવાયના અમુક બાળકો ટાયર પર બેસીને રમત કરી રહ્યા હતા.

આ બધા જ બાળકોને ત્રણ શિક્ષકો સંભાળી રહ્યા હતા, જેમાં એક મહિલા શિક્ષક અને બે પુરુષો હતા. બાળકો શિક્ષકોના સૂચનો સાંભળી રહ્યા હતા. એક બાળક બાથરુમ જવા માટે રડી રહ્યો હતો અને શિક્ષક તેને પકડીને બાથરુમ લઈ જઈ રહ્યા હતા. તમામ બાળકો પિકનિકમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.આ સાથે જ તેમના માતાપિતા પણ ભારે ખુશ હતા કે તેમના બાળકો આજે કંઈક નવું શીખીને આવશે તેના બદલે તરત જ તેના માસૂમોનું મૃત શરીર જોતા આજુબાજુના માહોલમાં ભારે આક્રન્દ છવાયું હતું.તેમાં પણ જયારે આ બાળકોની અર્થી કાઢવામાં આવી ત્યારે તે વાતાવરણ માતાપિતા સ્વજનોના રડવાની ચીચીયારીથી ગુંજી ઉઠ્યું હતું

એક મહિલાએ પોતાના દીકરી તેમજ દીકરાને આ મોતના મુખ માંથી બહાર કાઢ્યા
આ બનાવમાં પોતાના દીકરો અને દીકરીને ન મોકલનાર મહિલા સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને તેણે જણાવ્યું કે, મારા દીકરો અને દીકરીએ આ પિકનિકમાં જવા માટે ખૂબ જ જીદ કરી હતી પરંતુ અમે તેમને સમજાવ્યા કે હજુ સ્કૂલ દ્વારા 15 એક દિવસ પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરાવ્યો છે તો આ પિકનિકમાં ન જશો અને બાળકોને માંડ-માંડ મનાવી લીધા અને તેમને ફિલ્મ જોવા લઈ જઈશું તેમ કહ્યું, જેથી બાળકો માની ગયા અને મારા દીકરો અને દીકરી બચી ગયા.

આ દુર્ઘટનામાં બાળકોની ખાલી અર્થી નથી નીકળી પરંતુ તઅર્થી સાથે તેનું સપનું,રંગીન દુનિયા જોવાના અબરખા,કંઈક મેળવવાની ઈચ્છા,કંઈક બનવાની જિજ્ઞાસા બધું જ નીકળ્યું હતું.

મૃતદેહો પંચમહાભૂતમાં વિલીન થયા
8 વર્ષીય નેન્સી માછી અને 45 વર્ષીય શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલની અંતિમયાત્રા નીકળી હતી. બંને ​​​​​​મૃતદેહના અંતિમસંસ્કાર ખાસવાડી સ્મશાનમાં કરાયા છે.આ અંતિમ સંસ્કારમાં લોકોની આખો ભીની થઇ હતી,ભારે હૈયા સાથે વિદાઈ આપી હતી.

બંને મૃતક બાળકોના મોટા હોર્ડિંગ્સ લગાવાયા
શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ નિઝામાએ તેમના પુત્ર વિશ્વાને આ દુર્ઘટનામાં ગુમાવ્યો હતો ત્યારે કિશનવાડી વિસ્તારમાં વિશ્વા કલ્પેશભાઈ નિઝામા અને નેન્સી માછી બંને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. વિશ્વના પિતાએ રડતી આંખે રોષ ઠાલવતા કહ્યું કે, મારી માંગણી છે કે, આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તમે લોકો પૈસા આપીને કંઈ મારા છોકરાને પાછો નથી અપાવવાના. સ્કૂલવાળા મારા દીકરાને ગાર્ડનમાં લઈ જવાનું કહીને લઈ ગયા હતા અને તળાવમાં લઈ ગયા અને ત્યાં બોટમાં પણ બેસાડ્યો, જેના કારણે મારા દીકરાએ જીવ ગુમાવ્યો. મારે ન્યાય જોઈએ છે.