EPFO Interest Rate: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. EPFOના લગભગ 6 કરોડ કર્મચારીઓને વ્યાજ દરની ભેટ મળી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વર્ષ 2023-24 માટે વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાની જાહેરાત કરી છે. આ સાથે કર્મચારીઓને (EPFO Interest Rate) ગત વર્ષ કરતા વધુ વ્યાજ મળશે.
The 235th meeting of Central Board of Trustees, EPFO, today has recommended 8.25 per cent as rate of interest on Employees’ Provident Fund deposits for 2023-24.
The move is a step towards fulfilling PM Shri @narendramodi ji’s guarantee of strengthening social security for… pic.twitter.com/z8OzHrdz1P
— Bhupender Yadav (@byadavbjp) February 10, 2024
આ 3 વર્ષમાં સૌથી વધુ વ્યાજ દર છે. વર્ષ 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા હતો. 2021-22 માટે વ્યાજ દર 8.10 ટકા હતો. 2020-21 માટે વ્યાજ દર 8.5 ટકા હતો, પરંતુ હવે 2023-24માં વ્યાજ દર 8.15 ટકા રહેશે. EPFOની નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ શનિવારે યોજાયેલી મહત્વની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. નાણા મંત્રાલયની મંજૂરી મળતા જ આ નિયમ અમલમાં આવશે.
You get access to all EPFO-related services via the Umang App. To access EPFO’s digital services, utilize this app.
Go digital, paperless, and green.#UmangApp #GoGreen #Paperless #EPFO #PF #EPFOwithYou pic.twitter.com/hkeQ8MjnFg— EPFO (@socialepfo) February 10, 2024
પ્રપોઝલ-પેપર્સ તૈયાર, નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે
EPFO સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે CBTની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સમિતિએ ઘણી ચર્ચા કર્યા બાદ વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. દરખાસ્ત અને દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે, જે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. ત્યાંથી મંજુરી મળતાની સાથે જ નિર્ણયનો અમલ કરવામાં આવશે અને નવા દર ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. જો કે આને ચૂંટણી વર્ષમાં ભાજપની મોદી સરકારની ભેટ પણ કહેવામાં આવી રહી છે, પરંતુ દર વર્ષે EPFO દ્વારા વ્યાજ દરોને લઈને બેઠક બોલાવવામાં આવે છે.
ઓનલાઈન પણ તમે જાણી શકો છો
તમે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ તમારા ઘરે બેઠા બેઠા પણ જાણી શકો છો. આ માટે, તમારે EPFOની ઓફિસીયલ વેબસાઇટ passbook.epfindia.gov.in/MemberPassBook/Login પર જવું પડશે. અહીં જઈને તમે UAN નંબર વડે લોગીન કરીને તમારું વર્તમાન બેલેન્સ ચેક કરી શકો છો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube