સ્કૂલવાનમાં સુરક્ષિત નથી વિદ્યાર્થીનીઓ: વડોદરામાં વાનચાલક એકલી રહી ગયેલી વિદ્યાર્થીની સાથે કરતો અડપલાં, જાણો સમગ્ર મામલો

Published on Trishul News at 12:55 PM, Sat, 10 February 2024

Last modified on February 10th, 2024 at 12:56 PM

Vadodara Molestation: રાજ્યમાં દિવસે ને દિવસે વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં બનવાની ઘટના વધી રહી છે. તેવી જ એક ઘટના રાજ્યના વડોદરા શહેરમાંથી સામે આવી રહી છે. વડોદરામાં સ્કૂલ વાન ચલાવી રહ્યા 54 વર્ષીય આધેડ વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરી રહ્યો હતો. બીજી વિદ્યાર્થિનીઓને ઉતારીને એકલી રહેતી વિદ્યાર્થિની સાથે કરતો હતો શારીરિક અડપલાં(Vadodara Molestation) વિદ્યાર્થિનીએ વાલીને વાત કરતા સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. વાલીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, વાસણા-ભાયલીમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલવાનનાં 54 વર્ષીય ડ્રાયવર દ્વારા શારીરીક અડપલા કરી રહ્યો હતો. જે બાબત વિદ્યાર્થીની દ્વારા તેનાં પરિવારના લોકોને જાણ કરતા પરિવારના લોકો દ્વારા આ સમગ્ર બાબતે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી.

વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઈ છેડછાડ કરતો હતો
વડોદરા શહેરના વાસણા- ભાયલી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીને સ્કૂલમાં આવવા જવા માટે સ્કૂલવાન પણ બંધાવવામાં આવી હતી. સ્કૂલ વાનનાં 54 વર્ષીય ડ્રાયવર ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણ ઘણી વાર વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઈ તેની સાથે છેડછાડ પણ કરતો હતો.

વિદ્યાર્થીની દ્વારા આ બાબતે પરિવારજનો તેમજ યોગ ટીચરને કરી
સ્કૂલ વાનનાં ડ્રાયવર ગોપાલસિંહ અમરસિંહ દ્વારા તે વિદ્યાર્થીની સિવાય વાનનાં બીજા વિધાર્થીઓ ને સ્કૂલેથી ઘરે પહેલા ઉતારી દેતો હતો. તેમજ સ્કૂલ જતી વખતે પહેલા વિદ્યાર્થીનીને લેતો હતો. ત્યારે ગોપાલસિંહ દ્વારા તેની સાથે ઘણી વાર અડપલા કરતો હતો. તેથી છેવટે વિદ્યાર્થીની કંટાળીને પોતાના પરિવારને તેમજ યોગ ટીચરને વાત કરી હતી. ત્યારપછી ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી.