6 કરોડ કર્મચારીઓ માટે મોટા સમાચાર, EPFO એ નક્કી કર્યા વ્યાજ દર

EPFO Interest Rate: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. EPFOના લગભગ 6 કરોડ કર્મચારીઓને વ્યાજ દરની ભેટ મળી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વર્ષ 2023-24 માટે વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાની જાહેરાત કરી છે. આ સાથે કર્મચારીઓને (EPFO Interest Rate) ગત વર્ષ કરતા વધુ વ્યાજ મળશે.

આ 3 વર્ષમાં સૌથી વધુ વ્યાજ દર છે. વર્ષ 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા હતો. 2021-22 માટે વ્યાજ દર 8.10 ટકા હતો. 2020-21 માટે વ્યાજ દર 8.5 ટકા હતો, પરંતુ હવે 2023-24માં વ્યાજ દર 8.15 ટકા રહેશે. EPFOની નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ શનિવારે યોજાયેલી મહત્વની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. નાણા મંત્રાલયની મંજૂરી મળતા જ આ નિયમ અમલમાં આવશે.

પ્રપોઝલ-પેપર્સ તૈયાર, નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે
EPFO સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે CBTની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સમિતિએ ઘણી ચર્ચા કર્યા બાદ વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. દરખાસ્ત અને દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે, જે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. ત્યાંથી મંજુરી મળતાની સાથે જ નિર્ણયનો અમલ કરવામાં આવશે અને નવા દર ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. જો કે આને ચૂંટણી વર્ષમાં ભાજપની મોદી સરકારની ભેટ પણ કહેવામાં આવી રહી છે, પરંતુ દર વર્ષે EPFO ​​દ્વારા વ્યાજ દરોને લઈને બેઠક બોલાવવામાં આવે છે.

ઓનલાઈન પણ તમે જાણી શકો છો
તમે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ તમારા ઘરે બેઠા બેઠા પણ જાણી શકો છો. આ માટે, તમારે EPFOની ઓફિસીયલ વેબસાઇટ passbook.epfindia.gov.in/MemberPassBook/Login પર જવું પડશે. અહીં જઈને તમે UAN નંબર વડે લોગીન કરીને તમારું વર્તમાન બેલેન્સ ચેક કરી શકો છો.