GSEB Board Exam 2024: બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર- હોલ ટિકિટને લઇ અપડેટ

GSEB Board Exam 2024: ગુજરાતના ધો. 10, 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજથી બોર્ડની વેબસાઈટ(GSEB Board Exam 2024) પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.11મી માર્ચથી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાંથી 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-10ની પરીક્ષા આપશે.

બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા
ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા 12ની જાહેર પરીક્ષાઓ તા.11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

વિજ્ઞાાન પ્રવાહમાં 5,391વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 હજાર જેટલા અને વિજ્ઞાાન પ્રવાહમાં 5,391વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે.બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ આખરી તબક્કાની તૈયારીમાં ગળાડૂબ બન્યા છે. ત્યારે શિક્ષણ વિભાગે પણ તૈયારીઓ આરંભી લીધી છે અને મીટીંગોનો દૌર શરુ થઇ ગયો છે.

બોર્ડ પરીક્ષાના આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે
બોર્ડ પરીક્ષાના આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. પરીક્ષાનો સમય નજીક આવતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. સમગ્ર વર્ષ દરમિયાનની મહેનતનો નિચોડ પરીક્ષામાં ઉતારવા માટે પરીક્ષાર્થીઓ સજ્જ થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષાને અનુલક્ષી રીવીઝન વર્કમાં લાગી ગયા છે. આગામી માર્ચ મહીનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણતંત્રની પણ પરીક્ષાના આયોજન તરફ મીટ મંડરાઇ છે. ધોરણ-10ના પરીક્ષાર્થીઓ માટે 86 શાળાના 906 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.