જામનગરમાં ઝાકમઝોળ: અનંત-રાધિકાની પ્રીવેડિંગ સેરેમનીના ફંકશનમાં દેખાશે ભારતીય વારસાની ઝલક, જુઓ વિડીયો

Anant Radhika Wedding: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. અંબાણી પરિવારના મોટા પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે…

Anant Radhika Wedding: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. અંબાણી પરિવારના મોટા પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. અનંત અને રાધિકાના પ્રી-વેઈડિંગ(Anant Radhika Wedding) સેરેમનીમાં દેશ-વિદેશથી બિઝનેસનમેન, હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર્સ તેમજ સિંગર્સ સહિતના સેલેબ્સ જામનગર પધારી રહ્યાં છે. જેના પલગે 25 ફેબ્રુઆરીથી જ જામનગરની તમામ મોટી હોટેલ્સ તેમજ રિસોર્ટ મહેમાનો માટે બૂક કરી દેવાઈ છે. સાથે જ મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓ હાલ જામનગર પહોંચી રહી છે.

નજારો જોઈ વિદેશી મહેમાનો ખુશખુશાલ જોવા મળ્યા
જણાવી દઈએ કે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગના આ ભવ્ય ઈવેન્ટનું આયોજન ‘રિલાયન્સ ગ્રીન્સ’માં કરવામાં આવશે. જે કરોડો એકરમાં ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મિલકત છે. રિલાયન્સ ગ્રીન્સનો ભવ્ય દરવાજો આ વીડિયોમાં જોઈ શકાય છે. જેના પર રિલાયન્સનો લોગો પણ લગાવવામાં આવ્યો છે. સાથે જ રિલાયન્સ ગ્રીન્સની અંદરની સજાવટનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આખી પ્રોપર્ટીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. આ સિવાય પણ એરપોર્ટ પર રિલાયન્સની કાર્સનો કાફલો સ્ટેન્ડબાય પર છે. તેમજ સ્પેશિયલ સિક્યોરિટી પણ ખડેપગે છે. જામનગર એરપોર્ટ પર ઊતરતાની સાથે જ મહેમાનોનું ગુજરાતી સ્ટાઈલમાં રાસગરબાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ નજારો જોઈ વિદેશી મહેમાનો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આ પ્રસંગને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. કેટલાક મહેમાનો તો કલાકારો સાથે સેલ્ફી પણ લેતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

વીવીઆઈપી માટે ટાઉનશિપની અંદર 150 બંગલાઓ બનાવાયા
રિલાયન્સ ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશના વીવીઆઈપી લોકોને રહેવા માટે રિલાયન્સ દ્વારા ખાસ વ્યવસ્થા છેલ્લા બે માસથી ચાલી રહી છે. આ અંતર્ગત ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે. અતિ આધુનિક સુવિધા ધરાવતા આ બંગલાઓમાં વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોનો ઉતારો હશે.

બંગલાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ
દેશ-વિદેશના રાજનેતાઓ ઉપરાંત કંપનીઓના માલિકો, ધર્મગુરુઓ, ફિલ્મજગતની હસ્તીઓ અને ક્રિકેટજગતની સેલિબ્રિટી આવવાની હોવાથી તેમના રહેવા માટે છેલ્લા બે માસથી રિલાયન્સ ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બાંધવામાં આવ્યા છે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ, કિચન તેમજ આધુનિક બાથરૂમ વગેરેની સુવિધાઓ કરવામાં આવી છે. આ વીવીઆઈપી લોકો શાંતિથી પ્રસંગ માણી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અભિષેક બચ્ચન, માનુષી છિલ્લર, અને જાન્હવી કપૂર જેવા કલાકારો જામનગર પહોંચી ચૂક્યા છે. પોપ આઇકોન રિહાના, અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ અને અરિજિત સિંહ સહિત અન્ય લોકો પરફોર્મ કરવાના છે. ઉલ્લેખનીય છે કે આ પ્રી વેડિંગ ફંક્શન છે અને 12 જુલાઈએ મુંબઈમાં અનંત અને રાધિકાના લગ્નના થવાના છે.