RBI આપ્યો સોથી મોટો ઝટકો: 1 એપ્રિલથી નહીં ચાલે 100 રૂપિયાની નોટ? જાણો હકીકત

Reserve Bank of India: RBI દ્વારા 100 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી રહી હોવાના મેસેજ સોસિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહેલાં આ મેસેજમાં RBIનો(Reserve Bank of India) હવાલો આપીને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે, તારીખ 31 માર્ચ, 2024 સુધી આ 100 રૂપિયાની નોટ બદલી શકો છો.ર બાદ તેની કાનૂની માન્યતા રદ થઈ જશે અને કોઈ પણ જગ્યાએ આ નોટ નહીં ચાલે. ત્યાર બાદ તેની કાનૂની માન્યતા રદ થઈ જશે અને કોઈ પણ જગ્યાએ આ નોટ નહીં ચાલે.

શું ખરેખર 100 રૂપિયાની નોટ બંધ થશે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર @nawababrar131 નામના એકાઉન્ટ પરથી ગયા વર્ષે એટલે કે તારીખ 20 ડિસેમ્બર, 2023ના એક પોસ્ટ કરવામાં આવી હતી. હવે આ પોસ્ટમાં 100 રૂપિયાની નોટનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે તે ટૂંક સમયમાં જ 100 રૂપિયાની જૂની નોટ ચલણમાંથી બહાર કાઢવામાં આવશે અને એનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ નોટ અમાન્ય પણ ગણાશે એવું પણ જણાવવામાં આવ્યું છે. RBI દ્વારા નોટ બદલાવવા માચે 31મી માર્ચ, 2024ની અંતિમ તારીખ પણ આપવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, ફેક્ટ ચેકમાં જ્યારે આ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે આ દાવો તદ્દન બોગસ છે અને એમાં કોઈ કોઈ સચ્ચાઈ નથી. સરકાર કે RBI દ્વારા કોઈ સર્ક્યુલેશન પણ નથી બહાર પાડજવામાં આવ્યું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 100 રૂપિયાની જૂની બંધ થવાની છે. જ્યારે તમે ખૂદ આ વાઈરલ દાવાની સચ્ચાઈ તપાસવા આ સંબંધિત કોઈ પણ સમાચાર બીજી કોઈ વેબસાઈટ પર જોવા મળ્યા નહોતા. ત્યારપછી RBIની સતાવાર વેબસાઈટ ચેક કરવામાં આવી હતી.

RBIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેમને ખુદને નથી ખ્યાલ કે આ સમાચાર ક્યાંથી આવ્યા અને કઈ રીતે વાઈરલ થઈ રહ્યા છે. તારીખ 19 જુલાઈ, 2018ની એક પોસ્ટ વાઈરલ થઈ રહી, જેમાં 100 રૂપિયાની નોટનો ફોટ પણ વાઈરલ થઈ રહ્યો છે. RBI દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે જૂની નોટો ચલણમાં રહેશે અને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ સમાચાર તદ્દન ખોટા અને બનાવટી છે.