IPL 2024: MI vs SRH ની મેચમાં તૂટ્યા ઈતિહાસના સૌથી મોટા રેકોર્ડ્સ, મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા…

MI vs SRH IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 8મી મેચમાં સનરાઈઝર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.…

MI vs SRH IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 8મી મેચમાં સનરાઈઝર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મુંબઈ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ ટીમે ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની ફિફટીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 277 રન(MI vs SRH IPL 2024) બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા IPLમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે હતો જેણે વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા.

સનરાઇઝર્સના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી
મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં સનરાઈઝર્સ બેટ્સમેનોએ તબાહી મચાવી હતી. સનરાઇઝર્સ માટે ત્રણ-ત્રણ બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ સિવાય ટ્રેવિસ હેડે 18 બોલમાં અને હેનરિક ક્લાસને 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ત્રણેય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના કારણે સનરાઈઝર્સ ટીમ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

23 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું
હેનરિક ક્લાસેન 34 બોલમાં 80 રન બનાવ્યા બાદ ટીમ માટે અણનમ રહ્યો હતો. આ ઇનિંગમાં ક્લાસને 7 સિક્સર અને 4 ફોર પણ ફટકારી હતી. આ સિવાય ટ્રેવિસ હેડે 24 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે અભિષેક શર્માએ 23 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય એડન માર્કરામ 28 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો.

IPL 2024 ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
IPL 2024માં રમાયેલી આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો હતો. તેમજ બંને તરફથી કુલ 4 ફિફ્ટી પણ ફટકારવામાં આવી હતી.બંને ઇનિંગ્સમાં કુલ 69 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં પણ 69 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. આ મેચ વર્ષ 2010માં ચેન્નઈમાં રમાઈ હતી.

આ સિઝનની ફાસ્ટેસ ફિફ્ટી
SRHએ સારી શરૂઆત કરી અને 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. મેદાન પર આવતાની સાથે જ તેણે 18 બોલમાં તોફાની ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ અભિષેક શર્માએ 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સિઝનમાં તેમણે સૌથી ફાસ્ટેસ ફિફ્ટી ફટકારી છે. હેનરિક ક્લાસને પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. તેણે 23 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.

One Reply to “IPL 2024: MI vs SRH ની મેચમાં તૂટ્યા ઈતિહાસના સૌથી મોટા રેકોર્ડ્સ, મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા…”

Comments are closed.