ગીર સોમનાથની દીકરી ક્રિશ્નાએ રામ ભગવાનના પૂર્વજોના નામરટણ કરી મેળવો ઇન્ડિયા બોક ઓફ રેકોર્ડ મેડલ

આજના સમયમાં બાળકો મોબાઈલમાં તેમજ રમતમાં એટલા રચ્યા પચ્યા રહેતા હોય છે કે આજુબાજુ કોણ છે,તેનો પણ ખ્યાલ હોતો નથી. ત્યારે હાલમાં, દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જૂનાગઢની સાત વર્ષની બાળકી ક્રિશ્ના કરમટા (Krishna Karamata) એ 30 સેકન્ડમાં ભગવાન શ્રીરામના 17 પૂર્વજોના નામ બોલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

30 સેકન્ડમાં ભગવાન શ્રી રામના 17 પૂર્વજોના નામ બોલી ક્રિશ્ના

ગત તા.11 માર્ચના દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશભરના વિવિધ રાજ્યના બાળકો અને યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં એક સ્પર્ધામાં ગીર-સોમનાથના તાલાલા ગીરની સાત વર્ષ અને બે માસની બાળકી ક્રિષ્ના ભગવાનભાઈ કરમટાએ ((Krishna Karamata)) ભાગ લીધો હતો.ત્યારે ક્રિષ્નાએ 30 સેકન્ડમાં જરાક પણ અટક્યા વગર શ્રીરામ ભગવાનના વંશજોના નામ બોલી હતી. અડધી મિનિટમાં આ બાળકીએ ભગવાન શ્રીરામના 17 જેટલા પૂર્વજોનાં નામ બોલી ઇન્ડિયા બુક ઓફરેકોર્ડમાં સ્થાન મેળવી ગીર-સોમનાથનું ગૌરવ વધાર્યું છે.

ગીર સોમનાથને ગૌરવ અપાવ્યું

તેના પિતાએ જણાવ્યું હતું કે, ક્રિષ્નાએ નાની વયથી ભગવાનના નામ યાદ રાખ્યા હતા. સ્પર્ધામાં ભાગ લઈ પરિવાર અને ગીર સોમનાથને ગૌરવ અપાવ્યું છે.તેમજ અમે પોતાની જાતને ખુબ જ નસીબદાર માનીએ છીએ કે અમને દીકરી રૂપે ભગવાને સાક્ષાત લક્ષ્મી આપી છે.આજે ક્રિષ્નાએ ન માત્ર પરિવાર પરંતુ ગીર-સોમનાથનું નામ પણ રોશન કર્યું છે.

ક્રિષ્નાની આ સિદ્ધિના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ક્રિષ્નાને અભિનંદન પાઠવ્યા છે.આ સાથે જ તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.