Government School Addmission Open: આજથી ઘણા વર્ષ પહેલા અપર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા બાળકને ખાનગી સ્કૂલને સ્થાને મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ લેવા અંગે કહેવામાં આવતું તો તેમનું મોઢું મચકોડાઈ જતું હતું, પરંતુ હવે સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. વધતી જતી મોંઘવારી-ખાનગી શાળાઓની(Government School Addmission Open) તોતિંગ ફીને પગલે મધ્યમ વર્ગના વાલીઓએ મ્યુનિસિપલ શાળાઓ તરફ દોડી રહ્યા છે. આવનારા જૂન-2024થી મ્યુનિસિપલ શાળાના બાલવાટિકા અને ધોરણ-1માં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓ ભારે આતુર બન્યાનું ચિત્ર સામે આવી રહ્યું છે.
બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની કુલ સંખ્યા 9231 છે. આ પૈકી 4983 કુમાર અને 548 કન્યા છે. અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે કુલ 750 બાળકો નોંધાયા છે જ્યારે હિન્દી માટે 1040-ઉર્દુ માટે 926 બાળકોની નોંધણી કરવામાં આવી છે. આમ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સર્વે મુજબ બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા 29 હજારથી વધુ થઇ છે, જે એક નવો રેકોર્ડ છે. હવે ધોરણ- 1માં પ્રવેશપાત્ર બાળકની કુલ સંખ્યા સર્વે અનુસાર 20130 થયેલી છે, જેમાં 9929કુમાર અને 10221 કન્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૈકી અંગ્રેજી માધ્યમમાં 1774, હિન્દી માધ્યમમાં 2935, ઉર્દુ માધ્યમમાં 1585 બાળકો નોંધાઈ ચૂક્યા છે.
અત્યાર સુધીના વર્ષોમાં આ વર્ષે મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 5500થી વધુ બાળકો પ્રવેશ મેળવવાના છે. હાલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શહેરમાં 439 શાળા ગુજરાતી-હિન્દી-મરાઠી-અંગ્રેજી જેવા માધ્યમમાં ચાલી રહી છે.
સ્કૂલ બોર્ડની માલિકીની 312બિલ્ડિંગમાં હાલ 1.66 લાખથી વધુ વિદ્યાર્થી શિક્ષણ લઇ રહ્યા છે. ઉચ્ચ લાયકાત ધરાવતા 4900 થી વધુ શિક્ષકો આ બાળકોને શિક્ષણ આપે છે. હાલ અમદાવાદમાં 81 સ્માર્ટ સ્કૂલ્સ છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 217 શાળા ચાલી રહી છે. આ તામમ શાળામાં માળખાકીય સુવિધાઓની ભરમાર છે.
- aગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App