Palanpur News: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પૂર્વે રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તો તેની સાથે-સાથે રોકડિયા રાજા પણ ખણખણવા લાગ્યા છે. ચૂંટણી પૂર્વે રોકડાની લ્હાણી રાજકીય પક્ષો માટે સામાન્ય બાબત છે. હવે બે હજાર રૂપિયાની નોટ તો રહી નથી, પણ પાંચસો-પાંચસોની નોટોની પણ બોલબાલા છે.પાલનપુરના(Palanpur News) એરોમા સર્કલ પાસે વાહનચેકિંગ દરમિયાન એક સોની વેપારી પાસેથી 1 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. વેપારી દ્વારા યોગ્ય જવાબ ન આપી શક્તા પોલીસે રોકડ સીઝ કરી વધુ તપાસ માટે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી છે.
ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી
બનાસકાંઠા એલસીબીએ એરોમા સર્કલ પરથી એક કરોડથી વધુની રકમ ઝડપી પાડી છે. જેમાંથી એલ.સી.બી. સ્ટાફ આગામી લોકસભાની સામાન્ય ચુંટણી અન્વયે એરોમા સર્કલ ઉપર વાહન ચેકીંગમાં હતા દરમિયાન વર્ના કાર GJ-08-BH-9898 ના ચાલક (1)કૃષાનભાઇ કનુભાઇ અગ્રવાલ પાલનપુર (2)મુકેશભાઇ લાલાભાઇ સોની રહે.પાલનપુર વાળાના કબજામાંથી 500ના દરની ભારતીય ચલણી નોટો નંગ-20,000 જે રૂપિયા એક કરોડની રોકડ રકમ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં બંને લોકો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસે રોકડ રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
પોલીસે રોકડ રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
પોલીસે રોકડ કોની હતી તેની તલાશ તો આદરી છે તેની સાથે કાર કોની માલિકની હતી તે તલાશ પણ આદરી છે. પોલીસને આ મોરચે ટૂંક સમયમાં જ સગડ મળશે તેવી આશા છે. આમ આગામી થોડા સમયમાં આ મોરચે નવો વિવાદ ઊભો થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App