IPS Officer Transfer: લોકસભા-2024ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય સપ્તાહથી થઈ રહી છે.સૂત્રોનું માનીએ તો, કેન્દ્રીય ચૂંટણી પંચને ગઈકાલે મોડી રાત્રે ગૃહ વિભાગ દ્વારા અધિકારીઓના નામની પેનલ મોકલી આપવામાં આવી છે. જેની મંજૂરી મળતા જ આગામી સોમવાર સુધીમાં ગુજરાતના પોલીસ(IPS Officer Transfer) બેડામાં મહત્વની જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.
IPS અધિકારીઓની બદલીને લઈ મહત્વના સમાચાર
ગુજરાત સરકારમાં અનેક વિભાગો અને અધિકારીઓ હોય છે, પરંતુ સૌથી વધુ ચર્ચા પોલીસ વિભાગ અને તેના અધિકારીઓ રહે છે. એક ચા વાળાથી લઈને બિઝનેસમેન સુધીના લોકો તેમના વિસ્તારમાં કયા પોલીસ અધિકારી આવશે અને કોણ જશે તેની ચર્ચા કરતા જોવા મળે છે. સુરત પોલીસ કમિશનરના સ્થાનેથી અજય તોમર નિવૃત્ત થયા હોવાથી જગ્યા ખાલી પડી છે. આ મહત્વના સ્થાન પર નિમણૂંક મેળવવા માટે સિનિયર IPS અધિકારીઓ છેલ્લાં કેટલાંક સપ્તાહથી પ્રયત્નશીલ છે. આ ઉપરાંત અમદાવાદ રેન્જ,અમદાવાદ ગ્રામ્ય SP અને DCP અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્થાને કોને નિમણૂંક આપવી તેને લઈ મોટા નિર્ણય લેવાશે.
વી. ચંદ્રશેખર પ્રતિ નિયુક્ત પર CBIમાં જતાં ખાલી પડેલી સુરત રેન્જ ખાતે અમદાવાદ રેન્જ DIG પ્રેમવીર સિંઘની નિમણૂંક નિશ્ચિત મનાય છે. અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાCBIમાં પ્રતિ નિયુક્તિ પર ગયા હોવાથી તેમનું સ્થાન ખાલી છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિકનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.
સુરત કમિશનર, સુરત રેન્જ, બોર્ડર રેન્જ માટે પોસ્ટિંગ અપાશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ રેન્જ, અમદાવાદ ગ્રામ્ય એસપી અને ડીસીપી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્થાને કોને નિમણૂંક આપવી તેને લઈ મોટા નિર્ણય લેવાશે. વી. ચંદ્રશેખર પ્રતિ નિયુક્તિ પર દિલ્હી સીબીઆઈમાં જતાં તેમની જગ્યા પણ ખાલી પડેલી છે.સુરત રેન્જ ખાતે અમદાવાદ રેન્જ ડીઆઈજી પ્રેમવીર સિંઘની નિમણૂંક નિશ્ચિત મનાય છે. અમદાવાદ ગ્રામ્ય એસ.પી અમિત વસાવા સીબીઆઈમાં પ્રતિ નિયુક્તિ પર ગયા હોવાથી તેમનું સ્થાન ખાલી છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો છે.
ગુજરાતમાં 8 IPSની નવી નિમણૂક
ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 IPSની બદલીના આદેશ અપાયા છે. ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ IPSઅધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં ASPની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વલય વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલા ખાતે નિમણૂક કરાઈ છે. જ્યારે અંશૂલ જૈનની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મહુવા ખાતે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવની રાજપીપળા, ગૌરવ અગ્રવાલની બોડેલી, સંજયકુમાર કેશવાલાની મોડાસા, વિવેક ભેડાની સંતરામપુર, સાહિત્યા વી.ની પોરબંદર અને સુબેધ માનકરની દિયોદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વર્ષ 2020ની બેચના પાંચ IPS અધિકારીઓના પોસ્ટીંગ વેઇટીંગમાં રાખવામાં આવ્યા છે. જે નિમણૂંક ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App