Karajan Panjarapol News: વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી રહી છે. તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠકકર દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે. શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કર્યા છે. પાંજરાપોળમાં ગાય સહિત 2 હજાર જેટલા પશુઓ હાલ આશરો લઈ રહ્યા છે. ભારતની પવિત્ર ભૂમિ પર પ્રાચીન સમયથી ગાયને ‘માતા’નો દરરજો આપવામાં આવ્યો છે. લોકો ગાયને ‘ગૌમાતા’(Karajan Panjarapol News) કહીને પૂજા કરે છે. કહેવાય છે કે, ગૌમાતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો છે. આ જ કારણ છે કે, દેશના સસેંકડો લોકો ગાયને માતા તરીકે પૂજે છે. ઘણા લોકોતો એવા પણ છે કે, જેઓએ ગાયને માત્ર આવકનું સાધન બનાવી જ નહિ પરંતુ પરિવારના સદસ્ય બનાવી ગાયની સેવા-ચાકરી કરે છે.
500 કિલો કેરીનો રસ કરજણની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યો
વડોદરાની સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશનના સ્થાપક નીરવ ઠક્કરએ જણાવ્યું હતું કે,અમે છેલ્લા પંદર દિવસથી આ માટે તૈયારી કરી રહ્યા હતા.ગાયોને કેરીનો રસ ખવડાવવા માટે અમે ફ્રોઝનની જગ્યાએ તાજો કેરીનો રસ કઢાવવા માટે આયોજન કર્યુ હતુ. એ પછી સેંકડો કારબા ટેમ્પમાં ભરીને 500 કિલો કેરીનો રસ કરજણની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગાયોને ખવડાવવા માટે એક મોટી કયારી બનાવવામાં આવી છે. જેને મેં તેમજ મારી સંસ્થાના કાર્યકરોએ પહેલા સાફ કરી હતી અને એ પછી તેમાં કેરીનો રસ ઠાલવ્યો હતો.
15 દિવસથી તૈયારીઓ કરવામાં આવી હતી
શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠકકર જણાવે છે કે, “અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તા સભર કેરીનો રસ જમાડયો છે. આ અંગે વીતેલા 15 દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી. અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે. સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે. પરંતુ આપણે સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કઢાવવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા નિઃસહાય વૃદ્ધોને માટે રોજ ગરમાગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે. તે રીતે પશુઓ માટે કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું.”
મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યા
શ્રવણ ઠકકર વધુમાં કહ્યું કે, એક પછી એક ગાયોને રસ આરોગવા માટે છોડવામાં આવી હતી. તેમનો વારો પૂરો થતાં જ અન્ય ગાયોનો વારો આવતો હતો. ઠંડો કેરી રસ આરોગીને તેમના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળતા હતા. જે મનને ટાઢક આપે તેવા હતા. શ્રવણ સેવા ફાઉન્ડેશન નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ-બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં જોડાઈ રહ્યું છે. સેવકાર્યમાં નિમિત્ત બનવાનો ખૂબ આનંદ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App