Vande Bharat Train News: વંદે ભારત ટ્રેન આજે ફરીથી ચર્ચામાં આવી રહી છે. અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખૂલતા મુસાફરો ઘણી પરીસ્થિતિનો સમાનો કરવો પડ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખૂલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી ટ્રેન સ્ટેશન (Vande Bharat Train News) પર ઉભી રહી હતી. સુરત ખાતે સવારે 8.20 વાગ્યે વંદે ભારત ટ્રેન પોહચી હતી. પરંતુ ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખૂલતા મુસાફરો સ્ટેશન પર ઊતરવા માટે ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલો શકાય નહોતા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બની ગયો હતો. ટ્રેનના સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફર સી-14 કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ટેક્નિકલ ખામી સર્જાતા એક કલાક બાદ દરવાજા ખૂલ્યા
અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી ચુકી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા. પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલતા નહોતા. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારપછી રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પણ પહોંચી ગયો હતો.
રેલવે વિભાગના એન્જિનિયર્સ કામે લાગ્યા
વંદે ભારત ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખુલી શકાય નહોતા. આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક તરત જ દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા પછી ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી.
27 દિવસ પહેલાં જામનગરમાં ભેંસ સાથે અથડાઈ હતી
27 દિવસ પહેલાં જામનગરના રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માતના પગલે ટ્રેન ઉભી રહેતા મુસાફરોના જીવ તાળવે ચોતીઓ ગયો હતા. મળતી માહિતી અનુસાર, કોઈ જાનહાનિ ન થતાં અને સહેજમાં મોટી દુર્ઘટના ટળતાં રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા પછી પુન: ઓખા તરફ રવાના થઈ હતી. જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી ખાસ એક્સપ્રેસ ટ્રેનને 20 દિવસ પહેલાં ઓખા સુધી લંબાવવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App